Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા તા. ૨૪ઃ બેટ-દ્વારકાથી ૫ કિ.મી. દૂર હનુમાન દાંડી મંદિર આવેલ છે. આ વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં હનુમાનજી તેમના પુત્ર મકરધ્વજ સાથે બિરાજે છે. હનુમાનજી તો બ્રહ્મચારી છે પરંતુ તેમનાં પુત્રની ઉત્પતિ અંગે રામાયણકાળની કથા પ્રચલિત છે. હનુમાનજીએ પોતાની સળગતી પૂંછડી વડે રાવણની લંકા ખાખ કરી નાંખી હતી એ પછી તેઓ પોતાની પૂંછડીમાં લાગેલ આગ ઠારવા સમુદ્ર પાસે ગયા હતાં. ત્યારે તેમનાં પરસેવાનું એક ટીપું જળમાં પડતા એક મગરીએ એ ટીપું પી લેતા મગરી ગર્ભવતી થતા મકરધ્વજનો જન્મ થયો હતો. રાવણનો ભાઇ અહિરાવણ ભગવાન શ્રી રામ અને લક્ષ્મણને બલિ ચઢાવવા માટે પાતાળમાં લઇ ગયો હતો જેને પગલે હનુમાનજી પણ પાતાળમાં ગયા હતા. અહીં અહિરાવણના સૈનિક તરીકે મકરધ્વજ હતો જેથી હનુમાનજી અને મકરધ્વજ વચ્ચે યુદ્ધ થયું આ સમયે મકરધ્વજની માતા મગરી ત્યાં આવી પહોંચતા તેણીએ હનુમાનજી તથા મકરધ્વજને હકીકત જણાવતા પિતા-પુત્ર વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થયું હતું. અહિરાવણનો વધ કરી શ્રીરામ અને લક્ષ્મણને છોડાવી હનુમાનજીએ મકરધ્વજને પાતાળલોકના અધિપતિ તરીકે નિયુક્ત કર્યા હતાં. ત્યારથી અહી હનુમાનજી પુત્ર મકરધ્વજ સાથે બિરાજે છે. સોપારીની માનતાનું મહાત્મય છે તથા પુત્ર પ્રાપ્તિની ઇચ્છા ધરાવતી પરિણીતાઓ અહીં માનતા રાખે છે. અહી ત્રણ દાયકાથી અન્નક્ષેત્ર પણ ચાલે છે. ઓખાથી બેટ દ્વારકા જવા માટે અત્યાર સુધી વહાણ એક માત્ર માધ્યમ હોવાથી તથા સાંજે ૬ કલાકે વહાણ સેવા બંધ થવાથી અહીં પહોંચવું ભક્તો માટે કઠીન હતું પરંતુ હવે જમીન માર્ગે ઓખાથી બેટ દ્વારકા પહોંચી શકાતું હોવાથી આ મંદિરે પણ શ્રદ્ધાળુઓ ઉમટશે એ નિશ્ચિત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial