Advertisement
Author: નોબત સમાચાર

ઓખા-બેટદ્વારકા વચ્ચે સમુદ્ર સેતુ થવાથી દ્વારકા આવતા યાત્રાળુઓ બેટ-દ્વારકાની યાત્રા કરશે

ખંભાળિયા તા. ર૪ઃ દ્વારકામાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સુદર્શન સેતુનું લોકાર્પણ થનાર છે ત્યારે બેટ દ્વારકાના લોકો ખૂબ જ આનંદિત થયા છે.

બેટદ્વારકા મંદિરના મુખ્ય પૂજારી રાજુભાઈ વ્યાસે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બેટદ્વારકા-ઓખા વચ્ચે સુદર્શન સેતુ થવાથી યાત્રિકોને ખૂબ જ રાહત થશે. બેટદ્વારકાની યાત્રા ખૂબ સરળ બનશે. પવન-વરસાદ વખતે બોટ બંધ થતી તે મુશ્કેલી નહીં થાય, સાથે બેટનો વિકાસ થશે.

બેટદ્વારકાના રહેવાસી કપિલભાઈ રાઠોડે કહ્યું હતું કે, સુદર્શન સેતુ થવાથી દ્વારકા આવતા ૭૦ ટકા યાત્રિકો બેટ નહતાં આવતા તે હવે આવતા થશે. તાત્કાલિક મેડિકલ સહાય સાથે લાઈટ-પાણીની સગવડતા વધશે.

દર્શનાર્થી મુંબઈના અવિનાશ વાડેકર, બેટદ્વારકાના વેપારી રામભાઈ, યાત્રિકો અર્ચનાબેન ગુપ્તા, બેટદ્વારકાના પંડિતજી ધર્મેન્દ્રભાઈ ઠાકર વિગેરે દ્વારા સુદર્શન સેતુ તથા દ્વારકાના વિકાસ તથા ભાવિ આયોજનને આવકાર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh