Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બે શખ્સ વેરાવળના બંદર પર ડ્રગ્સની ડિલિવરી લેવા ગયા હતા

ઝડપાયેલા સાડા ત્રણસો કરોડના ડ્રગ્સના કેસમાં ખુલાસોઃ

જામનગર તા. ૨૪ઃ વેરાવળના બંદર પરથી ગુરૂવારની રાત્રે ઝડપાયેલા રૂપિયા સાડા ત્રણસો કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે જામનગરના બેડેશ્વર તથા ગુલાબનગરના બે શખ્સ અને બોટના ટંડેલની ધરપકડ કરાઈ છે. જામનગરના શખ્સો રૂા.૫૦ હજારની લાલચમાં તે ડ્રગ્સની ડિલિવરી લેવા વેરાવળ પહોંચ્યા હતા. ત્યાંથી અપાયેલો કોથળો રાજકોટ બાયપાસ પાસે આપવાનો હતો પરંતુ તે પહેલાં જથ્થો ઝડપાઈ ગયો હતો. અન્ય કેટલાકની પૂછપરછ હાથ ધરાઈ છે.

ગિર સોમનાથ જિલ્લાના વેરાવળના દરિયાકાંઠે ગુરૂવારે રાત્રે નવેક વાગ્યે એક બોટ માછીમારી કરી પરત ફર્યા પછી લાંગરવામાં આવી રહી હતી ત્યારે તે બોટ પાસે રાજકોટ પાસીંગની એક મોટર રિવર્સમાં લઈને મુકવામાં આવી રહી હતી. તે દૃશ્ય ગુજરાત ખારવા સમાજના ઉપપ્રમુખ જીતુભાઈ કુવારાએ વોચ માટે મુકેલા વ્યક્તિએ નિહાળ્યું હતું. બંદર પર ચોરી થતી હોવાની વિગતો જીતુભાઈને અપાયા પછી તે વ્યક્તિને વોચમાં રખાયો હતો.

આ વ્યક્તિએ આપેલી વિગતના પગલે ગિર સોમનાથના એસપી મનોહરસિંહ જાડેજાની સૂચનાથી એલસીબી, એસઓજીનો કાફલો દોડ્યો હતો. બંદર પર તે બોટમાંથી કાઢીને એક કોથળો મોટરમાં મુકાયો હોય તે કોથળાની તલાશી લેવાતા તેમાંથી ૫૦ કિલો હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં રૂા.૨૫૦થી ૩૫૦ કરોડની કિંમત ધરાવતો હેરોઈનનો આ જથ્થો મળતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.

મોટરમાંથી જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતા આસિફ જુસબ સમા ઉર્ફે કારા અને ગુલાબનગરમાં ગૌષીયા મસ્જિદ પાસે રહેતા અરબાઝ અનવર પમા નામના મોટરમાં રહેલા બે શખ્સ અને ધર્મેન્દ્ર બુધીલાલ કશ્યપ નામના આ બોટના ટંડેલ અને મૂળ ઉત્તર પ્રદેશના શખ્સની અટકાયત કરી લેવાઈ હતી.

ત્યારપછી બહાર આવેલી વિગત મુજબ જામનગરના બેડેશ્વરમાં રહેતો આસિફ જામનગરથી રાજકોટ વચ્ચે ઈકો મોટર ચલાવે છે, બે વર્ષ પહેલાં તેનો સંપર્ક જોડિયાના ઈશાક નામના શખ્સ સાથે થયો હતો. મુસાફર તરીકે આસિફની મોટરમાં બેસેલા ઈશાકે જે તે વખતે માળીયા મીયાણાથી એક પાર્સલ લઈ આવવાનું છે તેમ કહી રૂા.૨૦ હજાર મહેનતાણાં પેટે આપ્યા હતા. તે પછી ગુરૂવારે ઈશાકે ફરીથી વોટ્સએપ કોલ કરી આસિફને વેરાવળથી પાર્સલ લઈ રાજકોટ બાયપાસ પર પહોંચાડવાનું કામ સોંપ્યું હતું અને તેની સામે રૂા.૫૦ હજાર આપવાનંુ નક્કી કર્યું હતું તેથી આસિફ પોતાના મિત્ર અરબાઝ સાથે મોટર લઈને વેરાવળ પહોંચ્યો હતો.જ્યાં તેની મોટરમાં બોટમાંથી કોથળો મુકાયા પછી ગણતરીની મિનિટોમાં પોલીસે તે કોથળો અને તેમાં રહેલો હેરોઈનનો જથ્થો કબજે કર્યાે છે. પોલીસે આસિફ, અરબાઝ, ધર્મેન્દ્રની પૂછપરછ કરવા ઉપરાંત અન્ય વ્યક્તિની પણ અટકાયત કરી પૂછપરછનો ઘનિષ્ઠ દૌર શરૂ કર્યાે છે.

વેરાવળ બંદર પર ડ્રગ્સની હેરાફેરી ઝડપાયા પછી પોલીસે રૂા.૧૦ લાખની બોટ, મોટર, ત્રણ મોબાઈલ, એક સેટેલાઈટ ફોન, એક સાદો ફોન સહિતનો મુદ્દામાલ પણ ઝબ્બે લીધો છે. ટંડેલ ધર્મેન્દ્રના જણાવ્યા મુજબ ઓમાનના દરિયામાં એક બોટમાં આવેલા કેટલાક શખ્સોએ ૧૭૦૦ કિલો માછલી અને રૂા.૫૦ હજાર રોકડા આપી બે પાર્સલ ગુજરાતના બંદરે લઈ જવા સૂચના આપી હતી. તે પાર્સલમાં ડ્રગ્સ હોવાનું ન જાણતા ટંડેલે માછલી તથા પૈસા મેળવી બંને પાર્સલ વેરાવળ બંદરે પહોંચાડ્યા હતા. પોલીસે ટંડેલની પણ પૂછપરછ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh