Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યાત્રાધામના અવિરત વિકાસની સુકાની કર્મયોગી જોડી
યાત્રાધામ દ્વારકાના વિકાસ માટે દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી જ અલગ વિઝન ધરાવતા હતા તેમની સાથે રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણી પણ દ્વારકાને પ્રગતિની નવી ઉંચાઈઓ સુધી લઈ જવા ખડેપગે રહ્યા છે. આ બંને આગેવાનોએ છેલ્લા બે દાયકામાં યાત્રાધામ તરીકે દ્વારકાના વિકાસ માટે અનેક નિર્ણાયક વિકાસકાર્યો કર્યા છે 'સુદામા સેતુ' અને ગોમતી ઘાટનું પુનઃ નિર્માણ આ બાબતના ઝળહળતા ઉદાહરણ છે. શ્રી દ્વારકાધીશ મંદિરના વિકાસ માટે ક્રમશઃ અને સાતત્યપૂર્ણ પગલાઓ સાથે યાત્રિકો માટેની સુવિધાઓ વિકસાવી વધુને વધુ યાત્રિકોને દ્વારકા તરફ આકર્ષવા પ્રવાસન ક્ષેત્રે પણ પ્રકલ્પો સાકાર કરી વિવિધ પ્રવાસનથી સ્થાનિક અર્થતંત્રને પણ ગતિ પ્રદાન કરવાનું કાર્ય સત્તાધીશો કરી રહ્યા છે. દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજભાઈ નથવાણી પણ સતત આ જ દિશામાં સેવારત છે અને રીલાયન્સના સહયોગથી પણ વિવિધ પ્રયાસો તથા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે સંકલન કરી દ્વારકાના વિકાસને સતત વેગવાન રાખવાનું કાર્ય કરી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial