Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જીવલેણ ઈજા પામેલા સસરાને દવાખાને ખસેડાયાઃ
જામનગર તા. ૨૪ઃ જામનગર નજીક દરેડમાં મજૂરી કામ કરતા અને ત્યાં જ ઝૂંપડું વાળી વસવાટ કરતા મૂળ મધ્ય પ્રદેશના એક પ્રૌઢ પોતાની પુત્રી સાથે ગુરૂવારની રાત્રે નિદ્રાધીન થયા હતા ત્યારે સાળીના અપહરણના ઈરાદાથી આ પ્રૌઢનો જમાઈ ઝૂંપડામાં ધસી આવ્યો હતો. જાગી ગયેલા પ્રૌઢે તેને પડકારતા જમાઈમાંથી જમ બનેલા આ શખ્સે તેમના માથામાં કુહાડી ફટકારી હત્યાનો પ્રયાસ કર્યાે હતો. પોલીસે ઈજાગ્રસ્તના નાનાભાઈની ફરિયાદ પરથી ગુન્હો નોંધ્યો છે.
જામનગર નજીકના દરેડમાં એક હોટલ પાછળ રહેતા મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના વતની આનંદ ફતુભાઈ પારઘી નામના આદિવાસી યુવાનના મોટાભાઈ સજનસિંહ તથા તેમની પુત્રી નવીતાબેન ગુરૂવારની રાત્રે ઝૂંપડામાં નિદ્રાધીન થયા હતા.
આ વેળાએ સજનસિંહનો જમાઈ કરણ આવી ચઢ્યો હતો. તેણે ઝૂંપડામાંથી પોતાની સાળી નવીતાબેનને ભગાડી જવાનો પ્રયાસ કર્યાે હતો. ત્યારે જ સજનસિંહ જાગી જતાં તેણે જમાઈને પડકારતા જમ બનેલા આ શખ્સે નજીકમાં પડેલી કુહાડી ઉઠાવી સસરાના માથામાં ઝીંકી દીધી હતી. જીવલેણ ઈજા પહોંચતા સજનસિંહને દવાખાને ખસેડવામાં આવ્યા છે. હુમલા પછી જમાઈ કરણ ગલીયાભાઈ મોહનીયા નાસી ગયો છે. તેના કાકાજી આનંદ ફતુભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial