Advertisement
Author: નોબત સમાચાર

વીજળીનું બીલ ભરવાના ફાંફાઃ નગરપાલિકા હવે ફાયનાન્સ બોર્ડ પાસેથી લોન માંગશે?

ખંભાળીયામાં પાલિકામાં ૧પ વર્ષથી ટેકસ નહીં વધારાતા

ખંભાળીયા તા. ર૭: ખંભાળીયા પાલિકામાં વર્ષમાં અકાદ બેઠકમાં તો કરવેરામાં વધારો કરવા દરખાસ્ત નક્કી કરાય છે પણ જાગૃત સદસ્યોનો વિરોધ થતાં કરવેરા વધારા વગરનુ રાખવા માંગતા પાલિકા સદસ્યોની કામગીથી સ્થિતિ એવી થઈ છે કે પાલિકાને લાઈટના બીલના ૯૦ લાખ બાકી છે તે ભરવા ફાયનાન્સ બોર્ડમાંથી લોન માંગવી પડી રહી છે જેનો ઠરાવ પાલિકાની સામાન્ય સભાના આગામી એજન્ડામાં લેવા નક્કી થયું છે !!

પાલિકા ખંભાળીયાને વોટર વર્કસ, સફાઈ તથા દીવાબત્તી વેરાની આવક થાય છે જેમાં વોટર વર્કસમાં તો લાખના બાર હજારની સ્થિતિમાં રોજના બે રૂપિયાથી પણ ઓછી રકમમાં પાલિકા પોણો કલાક પાણી નિયમિત આપે છે તેમાં પ૦-૬૦ લાખની આવક સામે દોઢ-બે કરોડની જાવક છે તો સફાઈ વેરો પણ વર્ષે ૧રપ જેટલો અને દીવાબત્તી વેરો પણ એટલો જ હોય તો પાલિકાને બાંધકામ મંજુરી કે અન્ય આવક પણ ના હોય સ્વ ભંડોળમાં આવક ના થતા લાઈટના બીલના સાંસા થઈ ગયા હોય ફાયનાન્સ બોર્ડ પાસે લોન મંગાઈ છે પણ ટેકસ વધારો નહીં !!

પાલિકાના મોટાભાગના વેરામાં પંદર વર્ષથી કોઈ વધારો જ થયો ના હોય કર્મચારીના વધતા પગાર વચ્ચે જુના વેરા તેમાં  પણ ૬૦/૭૦ ટકા વસૂલાતમાં પાલિકા સમયસર પગાર પણ નથી કરી શકતી પણ વેરો નહીં વધારાય ?!! સારું કામ કરીને વેરો વધારવા હવે નક્કી થયું છે !!!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh