Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાની જિલ્લા અદાલતમાં થેલેસેમિયાના બાળકો માટે યોજાયો બ્લડ ડોનેશન કેમ્પઃ ૧૦૨ રક્તદાન

નાલસાની બાળકો માટેની કાનૂની સેવા યોજના હેઠળ

ખંભાળીયા તા. ર૭: નાલસાની દિવ્યાંગ બાળકો માટેની કાનૂની સેવા યોજના ર૦ર૧ અંતર્ગત જરૂરિયાતમંદો માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા અદાલત, દેવભૂમિ દ્વારકા તથા જિલ્લા બાર એસોસિએશન, દેવભૂમિ દ્વારકાના સંયુકત ઉપક્રમે થેલેસેમીયા દર્દીઓના લાભાર્થે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં કુલ ૧૦ર રકતદાતાઓ ઉત્સાહભેર રકતદાન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલમાં ૧પ૭ થેલેસેમીયાના દર્દીઓ આવેલ છે જેઓને તેમના જીવનકાળ દરમિયાન વારંવાર લોહી જરૂરિયાત પડતી હોય તથા નાલસાની દિવ્યાંગ બાળકો માટેની કાનૂની સેવા યોજના ર૦ર૧ અંતર્ગત હિમોફેલિયા,, થેલેસેમિયા, સિકલ સેલ એનિમિયા પીડિત તેવા બાળકોને સમયસર સક્ષમ ન્યાય મળી રહે તેવી જોગવાઈ કરવામાં આવેલ.

આ પ્રકારના દર્દીઓ-બાળકોને સમયસર લોહી મળી રહે તેવા આશયથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દેવભૂમિ દ્વારકા અને જિલ્લા બાર એસોસિએશન, દેવભૂમિ દ્વારકાના સંયુકત ઉપક્રમે જિલ્લા અદાલત દેવભૂમિ દ્વારકા મુ. ખંભાળીયાના વકીલ મંડળમાં યોજાયેલો બ્લડ ડોનેશન કેમ્પ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દેવભૂમિ દ્વારકાના ચેરમેન એસ.વી. વ્યાસ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ સંજયભાઈ જોશી દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.

આ કેમ્પમાં જનરલ હોસ્પિટલ ખંભાળીયાના બ્લડ બેંક યુનિટ દ્વારા જરૂરી સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ન્યાયાધીશો, વકીલ મંડળના હોદ્દેદારો અને સભ્યો, કર્મચારીઓ, સરકારી વકીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ બ્લડ ડોનેશન કર્યું હતું. બ્લડ ડોનેશન કરનાર તમામ વ્યક્તિઓને જિલ્લા બાર એસોસિએશન દ્વારા મોમેન્ટો તથા બ્લડ બેંક યુનિટ જનરલ હોસ્પિટલ દ્વારા સર્ટિફીકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દેવભૂમિ દ્વારકાના સચિવની અખબારી યાદી જણાવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh