Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉ.મા. શિક્ષણ બોર્ડની ચૂંટણીના પરિણામ જાહેર

બે બેઠકો પર થયું હતું મતદાનઃ અન્ય બિનહરીફ

ખંભાળીયા તા. ર૭: ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉ.મા. શિક્ષણ બોર્ડની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે.

તાજેતરમાં ગુજરાત માધ્યમિક અને ઉ.મા. શિક્ષણ બોર્ડની ચૂંટણીઓ યોજાયેલ જેમાં સંચાલક મંડળ તથા સરકારી શિક્ષકોએ બે માટે ચૂંટણી મતદાન યોજાયું હતું.

સંચાલક મંડળની ભારે રસાકસી ભરી ચૂંટણીમાં કુલ ૪૪૦૩ મતો પડ્યા હતાં. જેમાંથી પટેલ જયંતિલાલ વીરદાસ ૧૯૯૦ મતો મેળવીને વિજેતા થયા હતા જ્યારે અગાઉ અનેક વખત બોર્ડના સદસ્ય બનનાર પ્રિયવદન કોરાટને ૧પ૮૮ મતો મળતા તેઓ હારી ગયા હતાં. ત્રીજા ઉમેદવાર મેહુલ પરાડવાને ૮રપ મતો મળ્યા જે હાર જીતમાં નિર્ણાયક બન્યા હતાં.

સરકારી શિક્ષકો માટેના બોર્ડના સદસ્યમાં કુલ ૩૬૭૭ મતો પડ્યા હતાં જેમાં ર૦ર૮ મતો મેળવીને કચ્છના જાડેજા દિવ્યરાજસિંહ મહાવીરસિંહ વિજેતા થયા હતા આ બેઠક માટે કુલ ચાર ઉમેદવારો હતા જેમાં કોઈ ૧૦૦૦ સુધી પણ પહોંચ્યુ નહતું. અગાઉ છ બેઠકો બિનહરીફ  થઈ હતી. જેમાં ઉત્તર બુનિયાદી  સિવાયની શાળાઓમાં આચાર્ય વિભાગમાં પટેલ ભાનુપ્રસાદ અમૃતલાલ ઉ.બુ. હેડ માસ્તરો શિક્ષકોમાં રાવલ જશવંતકુમાર કાંતિલાલ, શિક્ષકોના મત વિભાગમાં જૂનાગઢના સોનારા નિલેશકુમાર કાનજીભાઈ, વિવિધ તાલીમ કોલેજો તથા અન્ય કોેલેજોના વિભાગમાં  એન. બારોટ, બિન શૈક્ષણિક મંડળમાં લુણાવાડાના પટેલ વિનોદભાઈ જેઠાભાઈ, શિક્ષકોના વિભાગમાં હિંમતનગરના ૫ટેલ અનુતકુમાર બાબુલાલ વિજેતા થતાં કુલ આઠ સદસ્યો ચૂંટાયા છે. વાલીમંડળની બેઠકમાં તમામના ફોર્મ રદ્દ થતાં ચૂંટણી યોજાઈ ન હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh