Advertisement
Author: નોબત સમાચાર

ફલ્લા પાસે અજાણ્યા વૃદ્ધનું વાહનની ટક્કરથી મૃત્યુ

અન્ય બે અકસ્માતમાં વકીલ સહિત બે ઘવાયાઃ

જામનગર તા. ૨૭: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા ગામ પાસે બુધવારે રાત્રે રોડ ક્રોસ કરી રહેલા એક અજાણ્યા વૃદ્ધને ઠોકર મારી કોઈ વાહન નાસી ગયું છે. ઘવાયેલા વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે હિટ એન્ડ રનના આ બનાવની તપાસ આરંભી છે. લાલબંગલાથી લીમડાલાઈન તરફ જવાના રસ્તા પર સપ્તાહ પહેલા બે વાહન ટકરાઈ પડતા એક વકીલને ઈજા થઈ છે. જ્યારે સાંઢીયા પુલ પાસે બાઈક ચાલકને મોટરે ફંગોળ્યો છે.

જામનગર-રાજકોટ માર્ગ પર આવેલા ફલ્લા ગામના બસ સ્ટેન્ડ સામે રોડ પર બુધવારે રાત્રે દસેક વાગ્યે સાંઈઠેક વર્ષના એક વૃદ્ધ રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે તેઓને કોઈ અજાણ્યું વાહન ઠોકર મારીને નાસી ગયું હતું.

તે વાહનની ટક્કરથી રોડ પર પછડાયેલા આ વૃદ્ધનું માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. ફલ્લા ગામના કમલેશભાઈ નારણભાઈ ધમસાણીયાએ પોલીસને જાણ કરી છે. પંચકોશી એ ડિવિઝનના પીઆઈ એમ.એન. શેખે ગુન્હાની નોંધ કરી હિટ એન્ડ રનના આ બનાવની તપાસ શરૂ કરી છે.

જામનગરના લીમડા લેન વિસ્તારથી લાલબંગલા તરફ જવાના રોડ પર આવેલા કાંચન જંગા એપાર્ટમેન્ટ પાસેથી ગઈ તા.૧૭ની સાંજે એડવોકેટ નિખીલભાઈ કે. પરમાર અને તેમના મિત્ર મહેશભાઈ યાદવ જીજે-૧૦-સીકે ૬૦૭૦ નંબરના બાઈકમાં જતા હતા ત્યારે સામેથી જીજે-૧૦-ડીએમ ૫૦૪૯ નંબરનું મોપેડ પુરપાટ ઝડપે ધસી આવ્યું હતું. તે મોપેડ નિખીલભાઈના બાઈક સાથે ટકરાઈ પડતા તેઓને ઈજા થઈ છે. અકસ્માત સર્જી નાસી ગયેલા મોપેડ ચાલક સામે નિખીલભાઈએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ગોકુલનગર નજીક મારૂતીનગરમાં રહેતા આકાશ મોહનભાઈ ડાભી નામના યુવાન ગઈ તા.૨૧ની બપોરે સાંઢીયા પુલ પાસેથી બાઈકમાં જતા હતા ત્યારે જીજે-૧૦-એસી ૧૧૫૧ નંબરની મોટર સામેથી ધસી આવી હતી. તેના ચાલકે આકાશને ઠોકર મારતા ઈજા પામેલા આ યુવાનને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો છે. તેના માતા નીતાબેને સિટી સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh