Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એડવોકેટે ફોરમમાં નોંધાવી હતી ફરિયાદઃ
જામનગર તા. ર૭: જામનગરના એક એડવોકેટે જીટીપીએલની સેવાકીય ખામી બદલ ગ્રાહક ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે ભરપાઈ કરેલી રકમ વ્યાજ સાથે પરત આપવા અને ત્રાસ બદલ રૂ. પ હજાર અલગ ચૂકવવા હુકમ કર્યાે છે.
જામનગરના દીપભાઈ ચંદારાણા નામના એડવોકેટે રૂ. ૬ હજાર ફી ભરી આજીવન માટે જીટીપીએલ કંપનીનું એચડી પ્રસારણ મેળવવા માટે કાર્યવાહી કરી હતી. તેઓની રકમ ભરપાઈ કરેલી હોવા છતાં ટીવી પર પ્રસારણ બંધ થઈ જતું હતું. આ બાબતની ઓપરેટરને જાણ કરવામાં આવતા દસ મિનિટમાં પ્રસારણ શરૂ થઈ જશે તેવી હૈયા ધારણા આપવામાં આવતી હતી.
આવી રીતે થતું હોવાથી દીપભાઈએ કનેકશન ચાલુ કરવા અથવા ભરપાઈ કરેલી રકમ પરત આપવા જણાવ્યું હોવા છતાં યોગ્ય પ્રત્યુત્તર આપવામાં આવ્યો ન હતો.
આથી જીટીપીએલ સામે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે ફરિયાદ ચાલી જતા ફોરમે ભરપાઈ કરેલી રકમ નવ ટકા વ્યાજ સાથે પરત આપવા અને માનસિક ત્રાસ બદલ રૂ. પ હજાર અલગથી આપવા જીટીપીએલને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ કશ્યપ ત્રિવેદી, ધારાબેન જોષી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial