Advertisement
Author: નોબત સમાચાર

ખાખરડામાં વૃદ્ધની હત્યા કરવાના આરોપી પોલીસકર્મીના રિમાન્ડ પૂર્ણ

જેલહવાલે કરવાનો અદાલતનો આદેશઃ

ખંભાળિયા તા. ર૭: કલ્યાણપુરના ખાખરડા ગામમાં થોડા દિવસ પહેલાં એક વૃદ્ધની તેમના ખેતરે હત્યા થઈ હતી. તેની પોલીસે શરૂ કરેલી તપાસમાં ખંભાળિયાના એક પોલીસ કર્મચારીએ હત્યાને અંજામ આપ્યાનું ખૂલ્યું હતું. આરોપીના કાકા તથા પિતરાઈ ભાઈના ખેતર ફરતે કરવામાં આવેલી વાડમાંથી વીજ આંચકો લાગતા મૃત્યુ નિપજ્યાના બનાવનો ખાર રાખી આ હત્યા કરાઈ હોવાનંુ બહાર આવ્યું હતું. પોલીસ કર્મચારીની ધરપકડ કરાઈ હતી. તેના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં અદાલતે તેને જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યાે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામમાં વજુભા બનેસંગ જાડેજાની થોડા દિવસ પહેલાં હત્યા કરવામાં આવી હતી. બનાવના બે મહિના પછી પોલીસની ઉંડી તપાસ દરમિયાન ખંભાળિયાના પોલીસ મથકમાં ફરજ બજાવતા દશરથસિંહ રણુભા જાડેજાની ધરપકડ કરાઈ હતી.

મૃતક વૃદ્ધ પોતાના ખેતરે હતા ત્યારે તેઓની હત્યા કરી નખાઈ હતી. આરોપી દશરથ સિંહની શરૂ કરાયેલી પૂછપરછમાં ખૂલ્યા મુજબ થોડા વર્ષ પહેલાં વજુભાના ખેતર ફરતે મૂકવામાં આવેલા જીવંત વીજ કરંટના કારણે દશરથસિંહ જાડેજાના કાકા તથા કાકાના દીકરાના મૃત્યુ નિપજ્યા હતા. તે બનાવનો ખાર રાખી ઉપરોક્ત હત્યા કરવામાં આવી હોવાની કેફિયત મળી હતી.

પોલીસે હત્યામાં વપરાયેલી તલવાર કબજે કરી હતી. ત્રણ દિવસના રિમાન્ડ પર રહેલા આરોપીને ગઈકાલે રિમાન્ડની મુદ્દત પૂર્ણ થતાં અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેને જેલમાં ધકેલી દેવાનો અદાલતે હુકમ કર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh