Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાજેતરમાં રાજ્ય સરકારના ઉચ્ચ કક્ષાના સલાહકારે વ્યકત કરી હતી નારાજગી
દ્વારકા તા. ર૭: આજે વિશ્વ પ્રવાસન દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે વડાપ્રધાન તથા મુખ્યમંત્રીએ દેખાડેલા અપનાઓ મુજબનું શિવરાજપુર ડેસ્ટીનેશન કયારે જોવા મળશે ? પ્રવાસીઓની સ્વચ્છ, સુઘડ, સુવિધાજન્ય ટુરિસ્ટ પ્લેસની અપેક્ષા કયારે ફળશે ? પ્લાસ્ટિકનો કચરો પ્રદૂષણ ક્યારે હટશે ?
આજે જ્યારે સમગ્ર વિશ્વમાં વિશ્વ પ્રવાસન દિન ઉજવાઈ રહ્યો છે અને દ્વારકાના પ્રવાસન ક્ષેત્રને વિકાસવવા ભારત અને ગુજરાત રાજ્યની સરકારો અથાગ પ્રયત્નો કરી રહી હોવાના દાવાઓ થઈ રહ્યા છે, ત્યારે સ્થાનિક પ્રજાની અવરનેશ અને સરકારી તંત્ર દ્વારા થતા અડેધડ વહીવટ અને વ્યવસ્થાથી દ્વારકા આવતા પ્રવાસીઓની આશા-અપેક્ષા ઉપર મીંડુ ફરી વળે છે.
વાત છે, દ્વારકાના શિવરાજપુર બીચની.. જેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બીચના વિકાસ માટે રૂપકડા અનેક વિધ યોજનાઓ બનાવી સ્ટ્રક્ચર પણ ઊભા કર્યા અને સપના દેખાડ્યા પરંતુ તેની જાળવણી બાબતે તંત્રની નિષ્ફળતા ઉડી સામે વળગે તેવી છે બીચ ઉપર થતો પ્લાસ્ટિકનો કચરો તથા સફાઈનો અભાવ જોવા મળે છે.
ખાસ કરીને પ્રવાસીઓ માટે સ્નાન, ટોયલેટ જેવી પાયાની વ્યવસ્થા ઊભી તો થઈ પણ તેની જાળવણીના અભાવે સુવિધાના લીરેલીરા ઊડી ગયા છે. શિવરાજપુર બીચની હાલત જોતા ભારત કે વિકસિત દેશના નકશામાં આવતો હોય તેવું જરા પણ કહી શકાય નહીં. નોંધપાત્ર વાત તો એ છે કે ગત તા. ૧ર અને ૧૩ સપ્ટેમ્બરના રાજ્ય સરકારના અંગત સલાહકારે વહીવટી તંત્ર સામે બીચની મુલાકાત લીધી હતી ત્યારે તેમણે પણ બીચની દુર્દશા અને વ્યવસ્થા બાબતે ચિંતા વ્યકત કરી જરૂરી સૂચનો કર્યા હતા અને વહીવટી તંત્ર સામે નારાજગી વ્યકત કરી હતી.
આજના વિશ્વ પ્રવાસન દિને ઈચ્છીએ છે કે દેશના આકર્ષક અને કુદરતી શિવરાજપુર બીચની વ્યવસ્થા અને વિકાસ માટે પ્રજા અને સરકાર સંકલન કરીને વાસ્તવમાં આગળ આવે તે જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial