Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક આસામીએ હાઈકોર્ટમાં કરી હતી પીટીશનઃ
જામનગર તા. ર૭: જામનગરમાં અઢી વર્ષ પહેલાં પોલીસે દરોડો પાડી એક આસામી સહિતના વ્યક્તિઓ સામે ગેરકાયદેસર રીતે શેર બજારનો ડબ્બો ચલાવવા અંગે ગુન્હો નોંધ્યો હતો. તે આરોપ સામે હાઈકોર્ટમાં ક્વોસિંગ પીટીશન કરી સેશન્સ કોર્ટના પ્રોસીડીંગ્સ સ્ટે કરવાની માગણી કરાતા વડી અદાલતે પ્રોસીડીંગ્સ સ્ટેનો હુકમ ફરમાવ્યો છે.
જામનગરમાં વર્ષ ૨૦૨૨ ના ફેબ્રુઆરી મહિનામાં સિટી એ ડિવિઝન પોલીસે ગેરકાયદે સ્ટોક એક્સચેન્જ ઉભુ કરી શેરબજારનો ચલાવાતો ડબ્બો પકડી પાડ્યો હતો અને સુધીર લીલાધરભાઈ પંચમતીયા વગેરે સામે ગુન્હો નોંધી અદાલતમાં ચાર્જશીટ કર્યું હતું.
તે ગુન્હા અંગે હાઈકોર્ટમાં સુધીર પંચમતીયા દ્વારા ક્વોસિંગ પીટીશન કરવામાં આવી હતી. તેમાં જામનગરની અદાલતમાં પ્રોસીડીંગ્સ પણ સ્ટે કરવા માગણી કરાઈ હતી. વડી અદાલતે સેશન્સ કોર્ટના પ્રોસીડીંગ્સ સ્ટે કરવાનો હુકમ કર્યાે છે. સુધીર પંચમતીયા તરફથી હાઈકોર્ટમાં વકીલ પ્રેમલ રાચ્છ તથા જામનગરમાં વકીલ વિરલ રાચ્છ, સોહિલ બેલીમ, હર્ષીલ રાબડીયા, વાશ્વી શેઠ રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial