Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કન્યા કેળવણી-શિક્ષણને પ્રોત્સાહન આપવા આયોજનઃ
ખંભાળિયા તા. ૨૧: કન્યા કેળવણી-શિક્ષણને પ્રોત્સાહન આપવા તથા કન્યાઓમાં સાક્ષરતાનું પ્રમાણ વધારવાના ઉદ્દેશ્ય સાથે તા. ૮ સપ્ટેમ્બરના 'આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત 'બેટી બચાવો બેટી પઢાવો' દ્વારા 'આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ'ની ઉજવણી એમ.વી. ઘેલાણી સ્કૂલ ભાણવડમાં કરવામાં આવી હતી.
આ નિમિત્તે 'પ્રોમોટીંગ મુલટીલીંગલ એજ્યુકેશન લીટેરસી ફોર મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડીંગ એન્ડ પીસ' થીમ પર બેટી બચાવો બેટી પઢાવો યોજના હેઠળ જીવન ઘડતર અને વર્તમાન સમયે શિક્ષણની આવશ્યક્તા, કિશોરીઓનું શિક્ષિત હોવું એ સ્વયં વિકાસ છે. તજજ્ઞો દ્વારા દીકરીઓના જીવનમાં શિક્ષણનું મહત્ત્વ અને શિક્ષણમાં દીકરીઓની ભાગીદારી, શિક્ષણના કારણે સ્ત્રીઓના આર્થિક, શારીરિક, માનસિક પરિસ્થિતિને સુદૃઢ બનાવી શકાય તથા તેમજ કાયદાઓનો સમજથી મહિલાઓને સુરક્ષિત વાતાવરણ પૂરૃં પાડી શકાય સહિતની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ સાથે જ સાયબર ક્રાઈમ વિશે માહિતી આપવામાં આવી અને મહિલાલક્ષી યોજનાઓની વિગત આપવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત ડીએચઈડબલ્યુ યોજનાના જિલ્લા મિશન કો-ઓર્ડિનેટર દિવ્યાબેન બારડ દ્વારા આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ નિમિત્તે વિગતો અને માર્ગદર્શન આપ્યું હતું. સખી વન સ્ટોપ સેન્ટરમાંથી ગાગિયા અમિતાબેન દ્વારા મહિલાલક્ષી કેન્દ્રો વિશે માહિતી આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial