Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાદરવામાં અષાઢી માહોલઃ વેલકમ નવરાત્રિના રંગમાં ભંગઃ જામનગરમાં ઝાપટાં
જામનગર તા. ર૭: હવામાન વિભાગની આગાહી હતી જેના અનુસંધાને ગઈકાલે જામનગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને કાલાવડ પંથકમાં દોઢથી પોણાબે ઈંચ વરસાદ થયો હતો, જ્યારે જિલ્લાના ૬ માંથી પાંચ તાલુકા મથકે હળવો વરસાદ થયો હતો. આમ મેળામાં મજા બગડ્યા પછી હાલ ચાલતા વેલકમ નવરાત્રિના આયોજનોમાં વિક્ષેપ જોવા મળ્યો છે.
છેલ્લા બે દિવસથી જામનગરમાં વરસાદી માહોલ જળવાયો છે. પરમદિવસે જિલ્લામાં અમુક સ્થળે હળવો વરસાદ પછી ગઈકાલે પણ હળવો વરસાદ નોંધાયો હતો. આજે સવારે પૂરા થતાં ર૪ કલાક દરમિયાન જામનગરમાં પાંચ મી.મી., જોડિયામાં ૧૩ મી.મી., ધ્રોળમાં ૧૧ મી.મી., જામજોધપુરમાં ૮ મી.મી. અને લાલપુરમાં ૩ મી.મી. વરસાદ થયો હતો.
આ ઉપરાંત અમુક ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. જેમાં નવાગામમાં ૪, મી.મી., મોટા પાંચદેવડામાં ૩ર મી.મી., હરિપરમાં ૧પ મી.મી., ભલસાણ બેરાજામાં ૧પ મી.મી. લૈયારામાં ૧ર મી.મી., શેઠવડાળામાં ૧પ મી.મી., જામવણંથલીમાં ૧૦ મી.મ., લતીપુરમાં ૧૦ મી.મી., ખરેડીમાં ૧ર મી.મી., ધૂનડામાં ૧૦ મી.મી., ધ્રાફામાં ૧૦ મી.મી., સમાણામાં ૯ મી.મી., વસઈમાં ૮ મી.મી., નિકાવામાં ૮ મી.મી., મોટી બાણુંગારમાં ૭ મી.મી., લાખાબાવળમાં પાંચ મી.મી., મોટા વડાળામાં ૬ મી.મી., જામવાડીમાં ૯ મી.મી., વાંસજાળિયામાં ૬ મી.મી. વરસાદ નોંધાયો હતો.
ગત્ માસે શ્રાવણી મેળાની વરસાદે મોજ બગાડી હતી. હવે વેલકમ નવરાત્રિના રંગમાં ભંગ પડ્યો છે.
જામનગરમાં મહત્તમ તાપમાન ૩૨.૪ ડિગ્રી
જામનગર તા. ર૭: જામનગરમાં વરસાદી માહોલના પગલે છેલ્લા ચોવીસ કલાકમાં ૧.૬ ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩ર.૪ ડિગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડાના કારણે ગરમીમાં પણ ઘટાડો થયો હતો.
હાલાર સહિત ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જે સાચી પણ ઠરી રહી છે. નગરમાં ગઈકાલે વહેલી સવારે છાંટા પડ્યા હતા અને ગઈકાલે રાત્રે જોરદાર ઝા૫ટું પડ્યુું હતું. આજે સવારે પણ ઝાપટું પડ્યું હતું. જેના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
વરસાદી માહોલ વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન જામનગરમાં ૧.૬ ડિગ્રીના ઘટાડા સાથે મહતમ તાપમા ૩ર.૪ ડિગ્રી અને આંશિક ઘટીને લઘુતમ તાપમાન ર૪.૬ ડિગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ગરમીમાં પણ ઘટાડો થયો હતો.
નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧ર ટકા વધીને ૯૭ ટકાએ પહોંચી ગયું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧પ થી ર૦ કિમીની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial