Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કામચલાઉ રજિસ્ટ્રેશન માટે અરજીની તાકીદઃ
ખંભાળિયા તા. ર૭: 'ગુજરાત ચિકિત્સા સેવાઓ અધિનિયમ ર૦ર૧ (રજિસ્ટ્રેશન નિયમન)'ની જોગવાઈઓ અનુસાર તમામ ચિકિત્સા સંસ્થાઓએ પોતાનું કામચલાઉ રજિસ્ટ્રેશન અને તયારપછી કાયમી રજિસ્ટ્રેશન મેળવવાનું થાય છે. તમામ ચિકિત્સા પદ્ધતિમાં સારવાર આપતા તમામ દવાખાના, હોસ્પિટલ, નર્સિંગ હોમ, પ્રસૂતિગૃહ, આરોગ્યભવન, પી.એચ.સી., સી.એચ.સી., ઈન્ડિવિઝ્યુઅલ પ્રેક્ટિશનર, ફિઝિયોથેરાપી સેન્ટર, ડેન્ટલ ક્લિનિક, ઈમેજિંગ સેન્ટર, ઓપરેશનલ થેરાપી સેન્ટર, લેબોરેટરી વગેરે કે જે દર્દીઓની સારવાર સાથે સંકળાયેલ છે તે તમામ સંસ્થાઓએ clinicalestablishment.gipl.in/userRegister/Register લીંક ઉપર કામચલાઉ રજિસ્ટ્રેશન માટેની અરજી કરવાની રહેશે.
આ માટે નિયમાનુસાર ક્લિનિક/કન્સલ્ટિંગ માટે રૂ. ૧૦૦૦, ૧પ પથારીઓ સાથેની સંસ્થા માટે રૂ. ર૦૦૦, ૧૬ થી ૩૦ બેડ માટે રૂ. પ૦૦૦, ૩૧ થી પ૦ બેડ માટે ૧૦હજાર, પ૧ થી ૧૦૦ બેડ માટે ૧પ હજાર, અલગ લેબોરેટરી કે સારવાર એકમો માટે રૂ. ર૦૦૦ ફી નક્કી કરવામાં આવી છે. વધુ માહિતી માટે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ, જીઆઈપી એલ.ઈન પોર્ટલની મુલાકાત લઈ શકાશે તેમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial