Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં હોટલના રૂમમાં પરપ્રાંતિય યુવાનનું કોઈ કારણથી નિપજ્યું મૃત્યુ

તબીયત લથડ્યા પછી યુવક પર કાળનો પંજોઃ

જામનગર તા. ૨૭: જામનગરના ખોડિયારકોલોની વિસ્તારમાં આવેલી એક હોટલમાં ઉતરેલા પરપ્રાંતીય યુવાનનું હોટલના રૂમમાં કોઈ કારણથી મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતદેહને પી.એમ.માં ખસેડી તપાસ શરૂ કરી છે. જ્યારે ખંભાળિયાના દખણાદા બારા ગામમાં તબીયત લથડ્યા પછી યુવાનનું મૃત્યુ થયું છે. પોલીસે તેમના પત્નીનું નિવેદન નોંધી તપાસ આરંભી છે.

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલી અનાયા બીકન હોટલના બીજા માળે આવેલા રૂમ નં.૨૦૬માં મૂળ મધ્યપ્રદેશના વતની આયુષ મધુસુદન પાંડે (ઉ.વ.૨૬) નામના યુવાન ઉતર્યા હતા.

આ યુવાનના રૂમનો દરવાજો બુધવારે સાંજ સુધી નહીં ખૂલતા આ હોટલના કર્મચારીઓએ તપાસ કરી હતી. જેમાં આયુષ પાંડે બેભાન જેવી હાલતમાં મળી આવતા તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગઈકાલે તેઓનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. હોટલના કર્મચારી નવીન અપૂર્વનારાયણ ઝાએ પોલીસને વાકેફ કરી છે.

ખંભાળિયા તાલુકાના દખણાદાબારા ગામમાં રહેતા અનિરૂદ્ધસિંહ કેસરસિંહ રાઠોડ (ઉ.વ.૩૬) નામના યુવાનની ગયા સોમવારે તબીયત લથડતા તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મંગળવારે મૃત્યુ નિપજ્યું છે. તેમના પત્ની સહનબાએ પોલીસને જાણ કરી છે. સલાયા મરીન પોલીસે અપમૃત્યુની નોંધ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh