Advertisement
Author: નોબત સમાચાર

વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવામાં નડતી મુશ્કેલી દૂર કરવા અંગે માગ

આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનઃ

જામનગર તા. ર૭: વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જે પ્રશ્ને આજે આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખાયેલું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવાયું હતું.

ડિજિટલ ગુજરાત પોર્ટલ પર માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક, શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની ઓનલાઈન દરખાસ્ત કરવામાં અનેક ટેકનિકલ અને વ્યવહારિક મુશ્કેલીઓ છે, જેના કારણે સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવું મુશ્કેલ છે, અને પાત્રતા ધરાવતા અનેક વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ સમયસર રજૂ નહીં કરી શકવકાના કારણે શિષ્યવૃત્તિથી વંચિત રહેવા સંભવ છે. આથી સરળતા માટે સોફ્ટવેરમાં સુધારા કરવા જરૂરી છે.

રાશન કાર્ડમાં વિદ્યાર્થીનું નામ હોવું એ પણ એમના પ્રિન્ટેડ કોડ સાથે હોવું અને આધાર કાર્ડ સાથે લીંક હોવું ફરજિયાત છે. ૯૦ ટકા કિસ્સામાં લીંક નથી. શાળાએ ડિજિટલ પોર્ટલ પર વિદ્યાર્થી દ્વારા એન્ટ્રી કરતા એનાલિસિસમાં જોવા મળ્યો છે કે ર૦ ટકા વિદ્યાર્થીઓના રેશન કાર્ડ, નામ સામે કોડ નથી. પંચાયત મારફત પેનથી સુધારો કરી ઉમેરેલા છે. આધાર કાર્ડ-રાશન કાર્ડને લીંક બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરવાનું હોવાથી વિદ્યાર્થીઓ જાતે આધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ સાથે ગ્રામ્ય કક્ષાએ કોમ્પ્યુટર ઓપરેટર પાસે જવું પડે છે, પરંતુ દરેક ગામમાં કોમ્પ્યુટર ઓપરેટર મળી શકે નહીં, અને આટલી મોટી સંખ્યામાં એક સાથે છ કેવાયસી શક્ય નથી. સર્વરની સમસ્યા પણ નડે છે.

એક વખત જાતિ પ્રમાણપત્ર માટે એક વખત આવકના દાખલા માટે એક ઈ-કેવાયસી માટે અનેક વખત બેંકમાં આધાર કાર્ડ લીંક માટે, આધારમાં સુધારા માટે, તાલુકા મથકે ફરજિયાત જવું પડે છે. આમ શિષ્યવૃત્તિમાં મળતી રકમમાંથી મહત્તમ રકમ આવા ધરમધક્કામાં ખર્ચાઈ જાય છે. આથી સમજુ વાલીએ શિષ્યવૃત્તિ લેવાની જ ના પાડે છે.

શાળાએ માઈલ્ડ ટ્રેકીંગ સિસ્ટમ પર કરેલી ડેટા એન્ટ્રીને આધારભૂત ગણી તેમાં દર્શાવેલ જ્ઞાતિ અને આર્થિક કેટેગરીને ધ્યાને લઈ ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી વિદ્યાર્થીઓના એકાઉન્ટમાં શિષ્યવૃત્તિ જમા આપવામાં આવે તો ખરેખર વિદ્યાર્થીઓ સાથે ન્યાય થશે. આથી આ બાબતે ગંભીરતાથી વિચારણા કરવી જોઈએ. તેવી માંગણી સાથે 'આપ' દ્વારા પાઠવાયેલ આવેદનમાં માંગણી રજૂઆત કરવામાં આવી છે.

આ સમયે 'આપ'ના શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા, પ્રદેશ મંત્રી દર્ગેશ ગડલીંગ સહિતનાઓ જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh