Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોષણ માસની ઉજવણીના ભાગરૂપે
જામનગર તા. ર૧: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ-ગાંધીનગર, નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર વિભાગીય નાયબ નિયામકશ્રીની કચેરી રાજકોટ તથા જિલ્લા આયુર્વેદ અધિકારી જામનગરના માર્ગદર્શન અનુસાર આયુષ્માન આરોગ્ય મંદિર મોટા ઈટાળા તાલુકા ધ્રોળ દ્વારા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
૫ોષણ માસ ર૦ર૪ ની ઉજવણીના ભાગરૂપે ધી ઈનીવેટિવ સ્કૂલ ધ્રોળમાં યોજાયેલ પોષણ કેમ્પમાં બાળકોની આરોગ્ય તપાસણી કરીને તેમને પોષણવર્ધક આયુર્વેદિક દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓને પોષણના મહત્ત્વ અંગે વિસ્તૃત સમજ આપતું વક્તવ્ય આપવામાં આવ્યું હતું. પોષણ માસ ર૦ર૪ ને લગત માહિતીલક્ષી બેનરનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું તેમજ કુપોષણ નિવારણ માટેની પરેજી અંગેની માહિતી દર્શાવતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હાજર સર્વેને રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમ જિલ્લા આયુર્વેદ અધિકારી જિલ્લા પંચાયત, જામનગર દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial