Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એડવોકેટ ઈકબાલ શેખે રજુઆત માટે તૈયાર કર્યા ૪૫ મુદ્દાઃ
અમદાવાદ તા. ૨૭: અમદાવાદમાં વકફ બોર્ડના મુદ્દે મળેલી જેપીસીની બેઠકમાં ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અસદુદ્દીન ઔવૈસી વચ્ચે ચકમક ઝરી હોવાનું જાણવા મળે છે.
અમદાવાદમાં વકફ બોર્ડ મુદ્દે મળેલી જેપીસીની બેઠકમાં વિવાદ થયો છે. વકફ સંશોધન બિલ માટે રચાયેલી જોઈન્ટ પાર્લિયામેન્ટ્રી કમિટી ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અસદુદ્દીન ઓવૈસી વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
આ બેઠકમાંથી બહાર આવેલા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પણ રોષ વ્યકત કર્યો છે. ખેડાવાલાએ આરોપ લગાવ્યો કે સરકાર અને ગૃહ રાજ્યમંત્રી ફકત દેખાડો કરી રહ્યા છે. વકફ બોર્ડના સભ્યોએ રજૂ કરેલું પ્રેઝન્ટેશન પણ સરકારે કહ્યા મુજબનું છે, અને આ પ્રેઝન્ટેશનના સમર્થનમાં નથી. અમે અમારા મુદ્દાઓ પર વળગેલા છીએ. અને કલેકટરને સત્તા આપવા મુદ્દે અમારો વિરોધ છે.
કમિટીના અધ્યક્ષ જગદંબિકા પાલ અને અસદુદ્દીન ઓવૈસી સહિતના ૩૧ સભ્યો અમદાવાદ સિંધુભવન રોડ સ્થિત એક હોટલમાં ભેગા થયા હતાં. સંયુકત સંસદીય કમિટી ગુજરાત વકફ બોર્ડના સભ્યો તેમજ રાજકીય પાર્ટીના સભ્યો અને ધારાશાસ્ત્રીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતાં.
પહેલા ઈમરાન ખેડાવાલાનું નિવેદન સામે આવ્યું હતુુ તેમાં જણાવ્યું હતું કે ૧૪ જેટલા મુદ્દાઓ સાથે આજે બેઠકમાં જઈશું. ચંદ્રાબાબુ નાયડું પણ ર૦ ટકા મુસ્લિમ મત લઈને જીત્યા છે. સાંસદમાં બિલ પ્રસ્તાવ આવશે તો તેઓ પણ વિરોધ કરશે. જો આ બિલ રજુ થશે તો વકફ બોર્ડ માત્ર હાથો બનીને જોઈ રહેશે. કલેકટર હસ્તક બધું થશે અને વકફ બોર્ડ પાસે કોઈ નહીં રહે. મુસ્લિમ કોમ્યુનિટિ અને હું બિલ બાબતે વિરોધ કરું છું. વકફ બોર્ડ મુદે એડવોકેટ ઈકબાલ શેખનું નિવેદન સામે આવ્યું છે. તેમાં જણાવ્યું છે કે જેપીસી સમક્ષ રજુઆત કરવા સમય માગ્યો હતો.
ઈકબાલ શેખે જણાવ્યું છે કે અમને અત્યારનો સમય આપ્યો છે. જે બાબતે અમે પણ બેઠકમાં આવ્યા છીએ. અમુક મુદ્દાઓને લઈ અમારી રજુઆત કરીશું. ૪પ જેટલા સુધારાના લઈ લેખિતમાં રજુઆત છે. વકફ બોર્ડના અમુક નિયમો બદલવાની વાત છે. મુસ્લિમોને હોદ્દાને વકફ બોર્ડમાંથી બદલાવના કેટલાક મુદ્દા છે. વકફ એકટને નષ્ટ કરવાની વાત છે જેની સામે આજે અમે બેઠકમાં જોડાઈશું વકફ બોર્ડ મુદ્દે એડવોકેટ રાહીલ જૈનનું નિવેદન છે કે કાયદામાં સુધારા કર્યા તેના સમર્થનમાં આવ્યા છીએ. નોન મુસ્લિમને જમીનના પ્રશ્નો માટે સેશનમાં જવું પડે છે. જે બિલમાં સુધારા કર્યા છે તે યોગ્ય છે અમે નિર્ણયનું સમર્થન કરીએ છીએ. જમીન બાબતના પ્રશ્નો હોય વકફ બોર્ડમાં મુસ્લિમ સમુદાયને જગ્યા સીધી લઈ લેવામાં આવે છે જે બિલમાં સુધારા કર્યા છે તે યોગ્ય છે અને અમે તેમાં નિર્ણયને ફેવર કરીએ છીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial