Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામ્યુકોની કચેરીમાં ગાળાગાળી કરી ધમાચકડી અંગે ફરિયાદ નોંધાયા પછી
જામનગર તા. ર૭: જામનગર મહાનગરપાલિકાના કમિશનર કાર્યાલયમાં ફરજ બજાવતા પટાવાળાએ ગઈકાલે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનની ચેમ્બરની બહાર જ કોઈ ઝેરી પ્રવાહી પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેણે ચેરમેન સામે ગંભીર આક્ષેપો કર્યા હતાં. બીજી તરફ ચેરમેન દ્વારા પણ પોતાના વિશે એલફેલ બોલવા અને ગાળાગાળી કરી ધમકી આપવા અંગે પટાવાળા વિરૂદ્ધ પોલીસમાં અરજી આપી હતી, અને આગલા દિવસે જ પટાવાળાની બદલી થતા ગઈકાલે તેણે આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર જાગી છે.
જામનગર મહાનગર પાલિકાના કમિશનર કાર્યાલયમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા વિજય પારિયાએ ગઈ સાંજે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનની ચેમ્બરની બહાર વેઈટીંગ રૂમમાં કોઈ ઝેરી પ્રવાહી પી લીધું હતું. આ પછી તેઓ ત્યાંજ ઢળી પડ્યા પછી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવની જાણ થતા જ પોલીસ કાફલો પણ મહાનગરપાલિકા કચેરીમાં દોડી આવ્યો હતો. આ બનાવના કારણે થોડી વાર માટે મહાનગરપાલિકા કચેરીમાં દોડધામ મચી જવા પામી હતી. હોસ્પિટલના બિછાનેથી વિજય પારિયાએ સ્ટે. કમિટીના ચેરમેન સામે ગંભીર આક્ષેપો કર્યા હતાં.
બીજી તરફ ગઈકાલે જ સ્ટે. કમિટીના ચેરમેન નિલેષ કગથરાએ પોતાના કાર્યાલયમાં રાડારાડી, ગાળાગાળી કરવા સ્ટાફને ધમકાવવાના અને પોતાને ધમકી આપવા અંગે પોલીસમાં પટાવાળા વિરૂદ્ધ અરજી આપી હતી.
જ્યારે બનાવના આગલા દિવસે જ આ પટાવાળાની કમિશનર કાર્યાલયમાંથી સોલીડ વેસ્ટ શાખામાં બદલી કરવામાં આવી હતી, જે ચેરમેનના દબાણના કારણે બદલી થઈ હોવાના આક્ષેપ સામે તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આમ આ મુદ્દો ગઈકાલે મહાનગરપાલિકા કચેરીમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial