Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટોલ પ્લાઝાના કર્મચારીએ નોંધાવી ફરિયાદઃ
જામનગર તા.૮ : જોડિયા તાલુકાના લખતર ગામથી માવ ગામ સુધીમાં મુકવામાં આવેલા નેશનલ ૧૫૧/એ ના ઈમરજન્સી કોલ બોેકસમાં મુકવામાં આવેલી ૨૩ બેટરી ચોરાઈ ગઈ છે. ટોલ પ્લાઝાના કર્મચારીએ રૂા.૮૦૫૦૦ની બેટરી ચોરી કરનાર શખ્સો સામે ફરિયાદ કરી છે.
જોડિયા તાલુકાના લખતર ગામથી માવના ગામ સુધી અલગ અલગ જગ્યાએ ઈમરજન્સી કોલ બોક્સ મુકવામાં આવ્યા છે. તે બોક્સ માં રાખવામાં આવેલી ૨૩ બેટરી ગઈ તા.ર૪ની રાત્રિથી તા.રપની રાત્રિ સુધીમાં અને ગઈ તા.૫થી ૨૪ કલાકની અંદર ચોરાઈ ગઈ છે.
તારાણા પાસેના ટોલ પ્લાઝામાં નોકરી કરતા હરિયાણા રાજ્યના પાણીપતના વતની રામનારાયણ રૂપરામ જાટે જોડિયા પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરી છે. પોલીસે ઈમરજન્સી બોક્સના લોક તોડી તેમાંથી રૂા.૮૦પ૦૦ની કિંમતની ૨૩ બેટરી ચોરી જવા અંગે અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial