Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાકુંભમાં યાત્રિકો અમૃતસ્નાન સંપન્ન થયા પછી પણ યાત્રિકોનો પ્રવાહ યથાવત્
નવી દિલ્હી તા. ૮: પ્રયાગરાજના મહાકુંભમાં ૪૦ કરોડ શ્રદ્ધાળુઓએ સંગમમાં ડૂબકી લગાવી છે. ડૂબકી લગાવનારા ભક્તોની સંખ્યા પ૦ કરોડને પાર કરી શકે છે.
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ૧૩ જાન્યુઆરીથી આયોજિત મહાકુંભમાં ગંગા, યમુના અને સરસ્વતીના સંગમમાં ડૂબકી લગાવનારા સાધુ, સંતો, ભક્તો અને કલ્પવાસીઓની સંખ્યા ૪૦ કરોડને પાર થઈ ગઈ છે.
સરકાર દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર શુક્રવારે સવાર સુધીમાં ૪૦ કરોડ ભક્તોએ મહાકુંભમાં સ્નાન કર્યું છે, અને માત્ર શુક્રવારે સવારે ૧૦ વાગ્યા સુધી જ ૪ર.૦૭ લાખ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું. મહાકુંભ મેળાને સમાપ્ત થવામાં હજુ ૧૯ દિવસ બાકી છે અને સરકારનો અંદાજ છે કે ડૂબકી લગાવનારા ભક્તોની સંખ્યા પ૦ કરોડને પાર કરી શકે છે.
ત્રણેય અમૃત સ્નાન (મકરસંક્રાંતિ, મીની અમાવસ્યા અને વસંત પંચમી) પછી પણ ભક્તોના જોશ અને ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી. દેશ અને દુનિયાના વિવિધ ભાગોમાંથી દરરોજ લાખો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. ભીડને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજમાં જિલ્લા વહીવટી તંત્રે ૧ર ફેબ્રુઆરી સુધી માધ્યમિક શાળાના વર્ગો ઓનલાઈન માધ્યમથી ચલાવવાનું નક્કી કર્યું છે જેથી વિદ્યાર્થીઓને કોઈ અસુવિધાનો સામનો કરવો ન પડે.
નિવેદન અનુસાર 'મીની અમાવસ્યા' પર મહત્તમ આઠ કરોડ ભક્તોએ ડૂબકી લગાવી હતી, જ્યારે મકરસંક્રાંતિના અવસરે પ કરોડ ભક્તોએ સ્નાન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial