Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેન્નાઈ તા. ૮: મદ્રાસ હાઈકોર્ટે મોટો નિર્ણય આપતા પત્રકારોના હકક અને મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી હતી. જેમાં કોર્ટે જણાવ્યું હતું કે, પત્રકારોને અંગત માહિતી જાહેર કરવા માટે દબાણ ન કરી શકાય. આ સંપૂર્ણપણે વાણી સ્વતંત્રતા વિરૂદ્ધ છે. જો કોઈ આ રીતે પત્રકારો પર દબાણ કરી રહ્યું છે તો તે ઉભીડન છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અન્ના યુનિવર્સિટીની વિદ્યાર્થીની સાથે યૌન શોષણની ઘટના બની હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. ત્યારપછી આ મામલો સોશિયલ મીડિયા પર ઉછળતા પોલીસ એકશનમાં આવી હતી.
એસટીઆઈ દ્વારા આ મામલાની તપાસ દરમિયાન જ એજન્સીએ ઘણા પત્રકારોને સમન્સ મોકલ્યાં હતાં અને તેમને વિદેશમાં કયાં-કયાં ગયાં હતાં તથા તેમની પાસે કેટલા પૈસા છે ? આ ઉપરાંત અંગત પ્રશ્નો સહીત કુલ ૫૦ થી વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતાં. કોર્ટને આ બાબતે ખબર પડી ત્યારે કોર્ટે પત્રકારોની તરફેણમાં દલીલ હતી.
આ કેસમાં ચૂકાદો સંભળાવતા જસ્ટિસ જી.કે. ઈલાન્યિરાયએ કહ્યુ હતું કે, તપાસની આડમાં અરજદારો (રિપોર્ટરો)ના મોબાઈલ ફોન જપ્ત કરવા, તેમના અંગત અને ખાનગી ડેટાની એકસેસ આપવા માટે દબાણ કરવું તથા અંગત અને ગોપનીય માહિતી જાહેરવાનું કહેવું એ પ્રેસ પર હુમલો કરવા અને દેખરેખના ડરથી તેમને ત્રાસ આપવા સિવાય બીજુ કંઈ નથી. પત્રકારોને અંગત માહિતી જાહેર કરવા માટે દબાણ ન કરી શકાય. આ સંપૂર્ણ પણે વાણી સ્વતંત્રતા વિરૂદ્ધ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial