Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હત્યા પ્રયાસના સામા પક્ષના કેસમાં દસને દસ વર્ષની સખત કેદઃ
જામનગર તા.૮ : સલાયામાં નવ વર્ષ પહેલાં બે જૂથ વચ્ચે અગાઉના મનદુખના કારણે તકરાર થઈ હતી. જેમાં એક વ્યક્તિને મોટરની ઠોકર મારી મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. તે પક્ષે નવ વ્યક્તિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જયારે સામાપક્ષે પણ દસ વ્યક્તિ સામે જીવલેણ હુમલાની રાવ કરી હતી. બંને કેસ ચાલી જતાં અદાલતે હત્યા કેસના આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે અને હત્યા પ્રયાસના કેસમાં દસ આરોપીને દસ વર્ષની કેદની સજાનો હુકમ કર્યાે છે.
આ ચકચારી કિસ્સાની વધુ વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સલાયા નગરપાલિકા વોર્ડ નં.૧માં આ વખતે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણીમાં ઝૂકાવનાર અને અગાઉ નપામાં પ્રમુખ તરીકે સેવા આપી ચૂકેલા સાલેમામદ ભગાડ સહિતના ૧૦ને જીવલેણ હુમલાના કેસમાં ૧૦ વર્ષની સખત કેદની કોર્ટે સજા ફટકારી છે.
ગઈ તા.૧૩-૧૨-૨૦૧૬ ના દિને સલાયામાં સરકારી દવાખાના પાસે અસલમ સાલેમામદ ભગાડ, શબ્બીર દાઉદ ભગાડ, જાવિદ દાઉદ ભગાડ, અકબર હારૂન ભગાડ, બશીર દાઉદ ભગાડ, ઝાહીર સાલેમામદ ભગાડ, અજીઝ અબ્દુલ ભગાડ, ફારૂક અબ્દુલ ભગાડ, આબીદ અબ્દુલ ભગાડ, સાલેમામદ કરીમ ભગાડ ઉર્ફે સાલુ પટેલ નામના શખ્સોએ અગાઉ થયેલી તકરાર બાબતનો ખાર રાખી સીદીક આદમ જસરાયાને પતાવી દેવાના ઈરાદે જીવલેણ હુમલો કર્યાે હતો. તેની ફરિયાદ કરાતા પોલીસે આઈપીસી ૩૦૭ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો.
તે ફરિયાદની સામે સલાયા ગામમાં નઝીર આદમ જસરાયા, હારૂન આદમ જસરાયા, ઝુબેર આદમ, નુર મામદ હુસેન, ઉમર હાજી સુમાર, ખતીજાબેન અખ્તર સંઘાર, સુગરાબેન હુસેન સંઘાર, સીદીક આદમ જસરાયા, શબ્બીર આદમ જસરાયા નામના નવ વ્યક્તિએ અગાઉ અજીઝ અબ્દુલ ભગાડના કૌટુંબી સાથે થયેલી તકરારનો ખાર રાખી અબ્દુલ બચુ ભગાડને મોટરની ઠોકર મારી તેઓની હત્યા કર્યાની ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આઈપીસી ૩૦૨ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ આદરી હતી.
ત્યારપછી બંને કેસના ચાર્જશીટ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. તે કેસ ચાલી જતાં અદાલતે હત્યાના ગુન્હાના આરોપી નઝીર આદમ જસરાયા સહિત નવને આજીવન કેદની સજા ફટકારી છે અને હત્યા પ્રયાસના કેસના અસલમ સાલેમામદ, સાલેમામદ કરીમ ભગાડ સહિતના દસને દસ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે અને રૂા.૫૦ હજાર વળતર પેટે ચુકવી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. હત્યા કેસમાં સરકાર તરફે પીપી કમલેશ દવે અને હત્યા પ્રયાસ કેસમાં પીપી બી.એસ. જાડેજા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial