Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાનપણથી જ પ્રમાણિકતાના ગુણો વિકસાવવા જરૂરીઃ
ફલ્લા તા.૮ : જોડિયાના હડિયાણા ગામમાં બગીચામાં રમવા ગયેલા બે ભૂલકાને કોઈનું પડી ગયેલું રોકડ રકમવાળુ પાકીટ મળી આવ્યું હતું. શિક્ષક પિતાના પુત્ર અને ભત્રીજા એવા આ બાળકોએ તે પાકીટ મૂળ માલિકને શોધી પરત આપતા આગામી વર્ષાેથી સમાજને બાળપણથી જ પ્રમાણિકતાના ગુણ વિકસાવેલા બાળકો સારા નાગરિકરૂપે મળશે તેવી ઉજળી આશા ઉદ્ભવી છે.
જોડિયા તાલુકાના બાલાચડી ગામમાં આવેલી શાળામાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રફીકભાઈ હુસેનભાઈ અમરોલીયાનો પાંચ વર્ષનો પુત્ર અને ભત્રીજો હડિયાણામાં આવેલા બગીચામાં રોજ રમવા માટે જાય છે. જેમાં આ બાળકોને કોઈ વ્યક્તિનું પડી ગયેલું પર્સ મળ્યું હતું.
તે પાકીટ ખોલીને જોતા તેમાં રૂા.૧૦ હજાર રોકડા અને અન્ય કાર્ડ જોવા મળ્યા હતા. બાળક હસનેન અને પિતરાઈ સેહાને આ પાકીટ તેના મૂળ માલિકને પરત આપવાની લાગણી વ્યક્ત કરી પાકીટમાં રહેલા ફોટા પરથી તે વ્યક્તિને વડીલોની મદદથી શોધી કાઢી પાકીટ પરત આપતા બાળકને નાનપણથી પ્રમાણિકતાના ગુણ વિકસેલા જોઈ પાકીટ માલિકે પણ આભારની લાગણી વ્યક્ત કરી હતી. આગામી વર્ષાેમાં સમાજને સારા નાગરિક મળશે તેવી આશા આ બાળકોએ ઉભી કરી સમાજને મજબુતી અર્પવાનો પ્રયાસ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial