Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાની આરટીઓ કચેરીમાં ટેકનિકલ ઓફિસર્સ દ્વારા વિરોધ પ્રદર્શનઃ સૂત્રોચ્ચાર

પડતર પ્રશ્નોના ઉકેલની માંગણી સાથે

ખંભાળિયા તા. ૭: ખંભાળિયા આરટીઓ કચેરીમાં ટેકિનકલ ઓફિસર્સે તેમના પડતર પ્રશ્નોના નિરાકરણની માંગણીને લઈને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. કર્મચારીઓએ કચેરી પરિસરમાં સૂત્રોચ્ચાર સાથે તેમનો વિરોધ વ્યકત કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ટેકિનકલ ઓફિસર્સે જણાવ્યું કે લાંબા સમયથી તેમની વિવિધ માંગણીઓ પ્રત્યે સરકાર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યુ નથી. આ માંગણીઓના નિરાકરણ માટે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કર્મચારી નેતાઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો યોજવામાં આવશે. આ વિરોધ પ્રદર્શનને કારણે કચેરીના કામકાજ પર અસર પડી હતી અને નાગરિકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh