Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાનૂની પ્રક્રિયાના દુરૂપયોગ સામે લાલઆંખ
નવી દિલ્હી તા. ૮: ઘરેલુ હિંસાના કેસોમાં સાસરિયાને આડેધડ સામેલ ના કરી શકાય તેમ જણાવી સુપ્રિમ કોર્ટે કાનૂની પ્રક્રિયાના દુરૂપયોગ સામે કડક ચેતવણી આપી છે.
એક મહત્ત્વપૂર્ણ ચૂકાદામાં સુપ્રિમ કોર્ટે કોઈ જ વિશિષ્ટ આરોપો વગર ઘરેલુ હિંસાના કેસોમાં પરિવારના સભ્યોને ફસાવવાના કેસોની સુનાવણી દરમિયાન સાવચેતી રાખવાની ટકોર કરી હતી.
સુપ્રિમના ન્યાયાધીશ બી.વી. નાગરત્ના અને ન્યાયાધીશ એન. કોટિશ્વરસિંહની બેન્ચે કહ્યું હતું કે, ઘરેલુ હિંસાના કેસોમાં પરિવારના સભ્યો સામે નક્કર આરોપો વગર જ આડેધડ આરોપી ના બનાવી શકાય. આમ કરીને ગુન્હાહિત પ્રક્રિયાનો દુરૂપયોગ ના કરી શકો. ઘરેલુ હિંસાના એક મામલામાં ફરિયાદી મહિલાએ પતિ અને તેમના પરિવારના લોકોને તો આરોપી બનાવ્યા જ હતાં સાથે પતિના માસી અને પિતરાઈ ભાઈ સહિત પરિવારના અન્ય લોકોને પણ આરોપી બનાવ્યા હતાં અને ફરિયાદ દાખલ કરાવી હતી. પરિણામે આરોપીઓ દ્વારા તેલંગણા હાઈકોર્ટમાં અપીલ કરાઈ હતી
હાઈકોર્ટે શરૂઆતમાં પરિવારના અન્ય લોકો સામેની ફરિયાદ રદ કરવાની ના પાડી દીધી હતી. તથી પરિવારના લોકો સુપ્રિમ કોર્ટ પહોંચ્યા હતાં. સુપ્રિમ કોર્ટે હાઈકોર્ટના ચૂકાદાને પલટીને કહ્યું હતું કે, પરિવારના અન્ય લોકોને આરોપી બનાવવામાં આવ્યા તેમની સામે કોઈ વિશેષ આરોપો જ નથી. લગ્ન સંબંધી મામલાઓમાં લાગણીઓ વધી જાય છે, જેનાથી કેસમાં અતિશયોક્તિ થઈ શકે છે જે બાદમાં ઘરેલુ વિવાદોમાં અયોગ્ય રીતે આપરાધિક મામલામાં ફેરવાઈ શકે છે, જ્યારે ગુસ્સો વધી જાય અને સંબંધો ખરાબ થાય છે ત્યારે આરોપીને વધારીને રજૂ કરવાની વૃત્તિ પણ તેમાં સામેલ હોય છે, પરંતુ તેનો એ મતલબ નથી કે આવા ઘરેલુ વિવાદોને ગુનાનો રંગ અપાય.
સુપ્રિમ કોર્ટે પરિવાર સંસ્થાની મહત્ત્વની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો અને તેને માનવ સમાજનું મૂળ ગણાવી હતી. સુપ્રિમે કહ્યું હતું કે આ પરિવાર સંસ્થા પ્રેમ, સ્નેહ અને એકબીજા પરના વિશ્વાસના પાયા પર બની છે. કાયદાનો ઉદ્દેશ્ય ઘરેલુ હિંસાનો શિકાર બનતી મહિલાઓના રક્ષણ માટે છે, તેનો ઉપયોગ યોગ્ય પુરાવા વગર જ પારિવારિક સંબંધો તોડવા માટે ના કરી શકાય. જો પરિવારના અન્ય સભ્યો હિંસા કે ઝઘડામાં સામેલ ના થાય કે પીડિતને મદદ ના કરે તો તેનો મતલબ એ નથી કે તેમને પણ ઘરેલુ હિંસાના કેસમાં આરોપી બનાવી દેવાય.
આ કેસમાં પીડિતાએ જ કાયદાનો દુરૂપયોગ કર્યાનું સાબિત થાય છે. પીડિતાએ તમામને આરોપી તો બનાવ્યા પણ તેમનો શું ગુનો છે તે સાબિત ના થયું. સુપ્રિમે કહ્યું હતું કે, આવા મામલામાં પરિવારના ક્યા સભ્યએ ક્યો ગુનો કર્યો તે દર્શાવવું જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial