Advertisement
Author: નોબત સમાચાર

વર્તમાન મુખ્યમંત્રી આતિશીની જીતઃ કેજરીવાલ અને સિસોદીયાનો ઘોર પરાજય

નવીદિલ્હી તા. ૮: દિલ્હી વિધાનસભાની ચૂંટણીના વધુ ચોંકાવનારા પરિણામો આવી રહ્યા છે. સતત પાછળ ચાલી રહેલા વર્તમાન મુખ્યમંત્રીની જીત નિશ્ચિત હોવાનુ જણાય છે, જયારે કેજરીવાલ અને સિસોદિયા પોતાની વિધાનસભા બેઠકો પરથી પણ હાર્યા છે.

દિલ્હીની ૭૦ વિધાનસભા બેઠક પર મતગણતરી ચાલી રહી છે. તેમાં તે ૮ બેઠકો પણ સામેલ છે જ્યાંથી દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડી રહૃાા છે. આમ આદમી પાર્ટીને આ ચૂંટણીમાં સૌથી મોટો ઝટકો મળ્યો છે. પક્ષના બે મોટા નેતા સિસોદિયા અને કેજરીવાલ બંને પોતાની બેઠક બચાવી શક્યા નથી.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનિષ સિસોદિયા જંગપુરા વિધાનસભા બેઠક પરથી હારી ગયા છે. ભાજપના ઉમેદવાર તરવિંદર સિંહ મારવાએ તેમને ૬૦૦ મતોથી હરાવ્યા હતા. એવામાં મનિષ સિસોદિયાએ ભાજપના ઉમેદવારને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા છે.

જંગપુરા વિધાનસભા બેઠક પર હાર બાદ છછઁ નેતા મનિષ સિસોદિયાએ નિવેદન આપ્યું છે કે, 'અમારા તમામ કાર્યકરોએ મહેનતથી ચૂંટણી લડી હતી. જંગપુરાના લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો, પરંતુ ૬૦૦ મતોના માર્જિનથી હું હારી ગયો. ભાજપના ઉમેદવારને શુભેચ્છાઓ પાઠવું છું. અને અપેક્ષા છે કે, તે પ્રજાની સેવા કરશે. અમારીથી ક્યાં ભૂલ થઈ તેનું અમે વિશ્લેષણ કરીશું.'

નવી દિલ્હી બેઠક પર આપ કન્વીનર અને પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ, ભાજપના પૂર્વ સાંસદ પરવેશ વર્મા અને કોંગ્રેસના પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિત વચ્ચે મુકાબલો છે. કેજરીસવાલ છેલ્લી ત્રણ ચૂંટણીથી આ બેઠક જીતી રહ્યા છે. તેમજ છેલ્લી બે ચૂંટણીમાં આ બેઠક પે કેજરીવાલને આકરી સ્પર્ધાનો સામનો કરવો પડયો છે. દિલ્હી બેઠક પર ૫૬.૪% મતદાન થયું હતું. છેલ્લા અહેવાલો મુજબ કેજરીવાલ હારી ગયા છે.

આતિશી કાલકાજી વિધાનસભાના ધારાસભ્ય છે. તેઓ ફરી એકવાર આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમનો ભાજપના પૂર્વ સાંસદ રમેશ બિધુડી અને કોંગ્રેસની અલકા લાંબા સાથે મુકાબલો છે. કાલકાજી બેઠક પર ૫૪.૫૯% મતદાન થયું હતું. છેલ્લા અહેવાલો મુજબ આતિશીની જીત નિશ્ચિત જણાય છે.

આ વખતે અવધ ઓઝા પ્ર્વ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની બેઠક પટપરગંજથી આપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો ભાજપના રવિન્દરસિંહ નેગી સામે છે. કોંગ્રેસ તરફથી અનિલ ચૌધરી અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. આપના વર્ચસ્વ પહેલા, કોંગ્રેસ ૧૯૯૮ થી ૨૦૧૩ સુધી આ બેઠક જીતી હતી. ૨૦૨૦માં સિસોદિયા અહીંથી લગભગ ૩૦૦૦ વોટથી જીત્યા હતા. અહીં ૬૦.૭૦% મતદાન થયું હતું.

આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમાનતુલ્લા ખાન સતત ત્રીજી વખત ઓખલા બેઠક પરથી ચૂંટણી લડી રહૃાા છે. તેમનો મુકાબલો કોંગ્રેસે અરીબા ખાન અને ભાજપે મનીષ ચૌધરી સાથે છે. આ વખતે એઆઈએમઆઈએમ એ શફા ઉર રહેમાનને પહેલીવાર પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે.

બલ્લીમારનએ પરંપરાગત રીતે મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. આ બેઠક ચાંદની ચોક લોકસભા મતવિસ્તારની મહત્વની બેઠક છે. આ વર્ષે આપએ પોતાના ઉમેદવાર તરીકે ઈમરાન હુસૈનને મેદાનમાં ઉતાર્યા છે, જયારે કોંગ્રેસે દિગ્ગજ નેતા હારૂન યુસુફને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે ૨૦૨૨માં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન સીટ જીતનાર કમલ બાગરીને મેદાનમાં ઉતાર્યા છે. ઈમરાન હુસૈન બલ્લીમારન બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર યુસુફ સામે ટકરાશે તેવી સંભાવના છે. હારૂન આ બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂકયા છે. તેઓ શિલા દીક્ષિતના કાર્યકાળમાં મંત્રી પણ રહી ચુકયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh