Advertisement
Author: નોબત સમાચાર

દિલ્હીમાં 'આપ'ના સૂપડા સાફઃ ભાજપનો પ્રચંડ વિજય

દેશની રાજધાનીમાં ડબલ એન્જિનની સરકારઃ ૨૭ વર્ષે ભાજપને મળ્યો જનાદેશઃ 'આપ'ને જબરી પછડાટઃ કોંગ્રેસનો રકાસઃ કેજરીવાલ પોતે હાર્યા ચૂંટણી

નવી દિલ્હી તા. ૮: આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણીની મતગણતરી થઈ રહી છે અને બપોર સુધીના પરિણામો તથા સરસાઈ જોતા ભાજપ પ્રચંડ વિજય ભણી કુચ કરી રહ્યો છે, અને 'આપ'ના સૂપડા સાફ થઈ ગયા છે. એટલું જ નહીં, અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયા પોતે પણ હારી ગયા છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો શરૂ થઈ ચૂકયા છે. મતગણતરીના પ્રારંભિક વલણોમાં ભાજપ જંગી બહુમતી સાથે લીડ કરી રહ્યું છે. ૨૭ વર્ષ બાદ દિલ્હીમાં ભાજપનું કમળ ખીલતું જોવા મળી રહ્યું છે. આમ આદમી પાર્ટી કારમી હાર તરફ જઈ રહી છે. વલણોમાં આપના દિગ્ગજ નેતાઓ પણ હારનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસ ચૂંટણીમાં આ વખતે પણ પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી. દિલ્હીમાં ભાજપ ૧૯૯૩ બાદ પ્રથમ વખત જીતી છે. આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ ૨૦૧૩થી દિલ્હીમાં શાસન કરી્રહ્યા હતા. તાજા સમાચારો મુજબ અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદીયા પોતાની વિધાનસભાની બેઠકો પર પણ હારી ગયા છે.

દેશના પાટનગર દિલ્હીમાં પાંચમી ફેબ્રુઆરીએ મતદાન થયું હતું, ચૂંટણી પંચ અનુસાર કુલ ૬૦.૫૪ ટકા મતદાન થયું હતું. મતદાન બાદ મોટાભાગના એકિઝટ પોલમાં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ૨૭ વર્ષ બાદ સરકારમાં વાપસી કરી રહી છે. જો કે આમ આદમી પાર્ટીના કેજરીવાલે તમામ એકિઝટ પોલ નકારતાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.

કોંગ્રેસના નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર સંદિપ દિક્ષિતે પોતાની હાર સ્વીકારતાં કહ્યું કે, હાલ ભાજપની સરકાર બની રહી હોય તેવું લાગી રહ્યું છે. છ-સાત રાઉન્ડ બાદ ચિત્ર સ્પષ્ટ થયું છે. આ પ્રજાનો નિર્ણય છે, હું માત્ર એટલું જ કહેવા માંગીશ કે, અમે જે મુદ્દાઓ ઉઠાવ્યા હતા, તે ચૂંટણી આધારિત હતા. અંતે જનતા જે કહેશે તે સ્વીકાર્ય છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીની કસ્તૂરબા નગર બેઠક પરથી ભાજપના નીરજ બસોયાએ જીત હાંસલ કરી છે. ભાજપ અત્યારસુધી ૪૮ બેઠકો પર લીડ કરી રહ્યું છે. જયારે આમ આદમી પાર્ટી ૨૨ બેઠકો પર આગળ ચાલી રહી છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંડલી બેઠકના પરિણામ આવી ચૂકયા છે. કોંડલી બેઠક પરથી આમ આદમી પાર્ટીના કુલદીપ કુમાર જીત્યા છે. ભાજપના પ્રિયંકા ગૌતમ ૬૨૯૩ મત માર્જિનથી હાર્યા છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામોના વલણોમાં ભાજપનો દિલ્હીમાં ૨૭ વર્ષ જૂનો વનવાસ પૂરો થયો છે. ભાજપે પોતાની બહુમતી સાથે જીત નિશ્ચિત થતાં જ સોશિયલ મીડિયા પર જીતનું પોસ્ટર રજૂ કર્યુ છે. જેમાં ઈન્ડિયા ગેટ પર કમળ ખીલતું જોવા મળ્યું છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ૨૭ વર્ષે બમ્પર બહુમતી સાથે ભાજપે ઐતિહાસિક વાપસી કરી છે. ૧૯૯૩માં જયારે પહેલીવાર ચૂંટણી થઈ ત્યારે રામમંદિર આંદોલનની લહેરમાં ભાજપે એકતરફી જીત મેળવી હતી. જો કે પાંચ વર્ષના કાર્યકાળમાં સ્થિતિ એવી હતી કે પાર્ટીને ત્રણ વખત મુખ્યમંત્રી બદલવા પડયા હતા. ત્યારબાદ વર્ષ ૧૯૯૮માં ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી. કોંગ્રેસ સતત ત્રણ વખત દિલ્હીમાં સત્તા પર આવ્યું અને હવે આમ આદમી પાર્ટી છેલ્લા ત્રણ વખતથી સત્તામાં હતું.

આ વખતે ભાજપનો ૨૭ વર્ષનો વનવાસ પૂરો થયો અને તેને ફરીથી દિલ્હી પર શાસન કરવાની તક મળશે. જયારે કોંગ્રેસ પણ સત્તામાં આવવામાં સખત પ્રયાસ કર્યો. તેમજ આમ આદમી પાર્ટી પણ સતત ચોથી વખત સરકારમાં આવવાનો રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કર્યો. દિલ્હીના ઈતિહાસમાં કોંગ્રેસના શીલા દીક્ષિત સૌથી લાંબા સમય સુધી એટલે કે ૧૫ વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી તરીકે સેવા આપવાનો રેકોર્ડ ધરાવે છે. તે પછી બીજા નંબર પર અરવિંદ કેજરીવાલ છે. તેઓ લગભગ ૧૧ વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh