Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દારૂના અન્ય ત્રણ દરોડામાં ત્રણ પકડાયાઃ નશામાં ઝૂમતા ત્રણ સામે કાયદાકીય કાર્યવાહીઃ
જામનગર તા.૮ : જામનગરના ઢીંચડા રોડ પર એક મકાનમાંથી એલસીબીએ ઈંગ્લીશ દારૂની ૭૦ બોટલ કબજે કરી છે. જ્યારે નિલકમલ સોસાયટી સ્થિત રહેણાંકમાંથી ર૪ બોટલ પકડી લેવાઈ છે. મેઘપર પાસેથી નગરનો શખ્સ ચાર બોટલ સાથે મળી આવ્યો છે. દરબારગઢ પાસેથી ચપલા સાથે એકની અટક કરાઈ છે. ત્રણ શખ્સ નશાની હાલતમાં ઝૂમતા ઝડપાયા છે.
જામનગરના ઢીંચડા રોડ પર સેનાનગરમાં એક શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી સ્થાનિક ગુન્હાશોધક શાખાના મયુદ્દીન, ભરત ડાંગર, ધર્મેન્દ્રસિંહને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી ગઈકાલે બપોરે ત્યાં આવેલા જ્ઞાનેન્દ્રસિંહ જગદીશસિંહ રાજપૂત નામના શખ્સના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
તે મકાનની તલાશી લેવાતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની નાની મોટી ૭૦ બોટલ મળી આવી હતી. એલસીબીએ દારૂ તથા મોબાઈલ મળી રૂા.૨૧૯૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. આ શખ્સે તે જથ્થો દિલ્હીથી લાવ્યો હોવાનું કબૂલ્યું છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર સામે આવેલી નિલકમલ સોસાયટીની શેરી નં.૬માં શક્તિસિંહ અજીતસિંહ કંચવા નામના શખ્સના મકાનમાં ગઈરાત્રે પોલીસે દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી ઈંગ્લીશ દારૂની ૨૪ બોટલ મળી આવી હતી. રૂા.૧૨ હજારની બોટલ કબજે કરી પોલીસે શક્તિસિંહ કંચવાની ધરપકડ કરી છે.
જામનગરના એમ.પી. શાહ ઉદ્યોગનગર નજીક મારૂતીનગર સ્થિત રહેતો મોહસીન ગુલાબ કુરેશી નામનો શખ્સ ગઈકાલે બપોરે મેઘપર પાસેથી પસાર થતો હતો ત્યારે પોલીસે તેને રોકાવી ચેક કરતા તેની પાસેથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ મળી આવી હતી. મોહસીનની ધરપકડ કરાઈ છે.
જામનગરના રણજીત સાગર રોડ પર જડેશ્વર ચોકડી નજીકથી મેહુલ જયંતિભાઈ લાઠીયા નામનો શખ્સ દારૂની બોટલ સાથે ઝડપાયો છે.
જામનગરના દરબારગઢ સર્કલ પાસેથી ગઈકાલે રાત્રે રણજીતસાગર રોડ પર આર્શીવાદદીપ-રમાં રહેતો યશ પરેશભાઈ ઝાલા નામનો શખ્સ જતો હતો ત્યારે તેને રોકી પોલીસે તલાશી લેતા આ શખ્સના કબજામાંથી ઈંગ્લીશ દારૂનું ચપલુ મળી આવ્યું હતું.
જામનગરના રણજીસાગર રોડ પર મારૂ કંસારા હોલ પાછળ રાજમલ રાણસુર વિજાણી નામના શખ્સના ઝૂંપડામાંથી પોલીસે દેશી દારૂની ભઠ્ઠી કબજે કરી છે. સ્થળ પરથી તૈયાર દારૂ, આથો, ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા.
જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં આવેલા પટ્ટણીવાડ પાસે રાત્રે ત્રણેક વાગ્યે જીજે-૧૦-સીકે ૬૮૪૦ નંબરનું બાઈક લઈ જતા નવાગામ ઘેડમાં રહેતા પ્રકાશ નટવરલાલ ઝાલા નામના શખ્સને રોકી પોલીસે ચકાસતા આ શખ્સ દારૂના નશામાં જણાઈ આવ્યો છે. જ્યારે જીસાન હસન સરગઢ અને અખિલેશ સુનિલભાઈ મિશ્રા નામના અન્ય બે શખ્સ પણ નશાની હાલતમાં મળી આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial