Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એન.ડી.સી. પરિવાર દ્વારા આવતીકાલે વિનામૂલ્યે
જામનગર તા. ૮: તાજેતરમાં પોલીસ વિભાગની એલ.આર.ડી.ની મોટી ભરતી આવે છે. હાલ તેઓની શારીરિક કસોટીઓ મુખ્ય શહેરોમાં ચાલી રહી છે અને અનેક યુવાનો દૌડમાં પાસ પણ થઈ રહ્યા છે. આ વખતે આ પરીક્ષા પછી યોજાનાર લેખિત પરીક્ષામાં નવી પેટર્ન આવી ગઈ છે. જેમાં પાર્ટ-૧માં ગણિત અને રિઝનીંગના પ્રશ્નોનું ખૂબ મહત્વ આપેલું છે. મોટાભાગના યુવાનો આ જ વિષયમાં મૂંઝવણ અનુભવી રહ્યા છે. તેથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા સૌ વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે અને.ડી.સી. પરીવાર દ્વારા આવતીકાલે તા. ૯-૨-૨૫ના વિનામૂલ્યે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં જયેશ વાઘેલા દ્વારા આ વિષયોના પ્રશ્નોને ગણતરીની સેકન્ડોમાં કેમ ઉકેલી શકાય ? ગણિત અને રિઝનીંગ જેવા વિષયોમાં શોર્ટ કટ કેવી રીતે મદદે આવે ? જેવી નાની નાની બાબતો અંગે જાણકારી આપવામાં આવશે. ઉપરાંત આવી પરીક્ષાઓમાં આ બંને વિષયોમાં સમય બચાવવા કેવી રીતે સ્માર્ટ વર્ક થઈ શકે, તે પણ ઉદાહરણો દ્વારા સમજાવવામાં આવશે. જે લોકો પ્રાઈવેટ જોબ કરતા હોય અથવા ગૃહિણી તરીકે જવાબદારી હોય તો ઘેર બેઠા પણ કેમ કામ થઈ શકે, તે વિશે પણ વિગતવાર માહિતી આપવામાં આવશે. આ સેમિનાર ભાઈઓ તથા બહેનો માટે સવારે ૧૦ વાગ્યે એનડીસી ફ્રી હેલ્પ સેન્ટર, હાલાર હાઉસ પાસે, ડો. હેડગેવાર ભવન પાસે, ગોમતીપુર આરોગ્ય કેન્દ્ર વાળો ઢાળિયો, સ્વામિનારાયણ નગર, જામનગરમાં યોજાયો છે. સેમિનારમાં જોડાવા માટે રજીસ્ટ્રેશન જરૂરી છે. તેના માટે વ્હોટસએપ નંબર ઉપરથી માત્ર વ્હોટસએપ મેસેજ ફ્રી સેમિનાર એવો મોબાઈલ નંબર ૯૦૩૩૫૫૭૭૯૯ ઉપર કરવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial