Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ આરોપીને થઈ સજાઃ એકનું થયું હતું અવસાનઃ
જામનગર તા.૮ : જામનગરના ચાર શખ્સે લગ્નમાં આડી જીભ વાળનાર પ્રૌઢ પર નવ વર્ષ પહેલાં છરી-ધોકાથી જીવલેણ હુમલો કર્યાે હતો. આ કેસ ચાલી જતાં અદાલતે ત્રણ શખ્સને તક્સીરવાન ઠરાવી પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કેસ ચાલ્યો તે દરમિયાન એક આરોપીનું અવસાન થયું હતું.
જામનગરના રમેશભાઈ નાનજીભાઈ બરેડીયા નામના પ્રૌઢ પર ગઈ તા.૩૦-૬-૧પના દિને રામેશ્વરનગર પાછળ ક્રિષ્ના પાર્કમાં રહેતા અજય સુરેશ પરમાર, જયેશ ચમન પરમાર, વિનોદ ચમન પરમાર અને સુરેશ ભીખાભાઈ પરમાર નામના ચાર શખ્સે હુમલો કર્યાે હતો.
રમેશભાઈની ભત્રીજી સાથે અજય પરમારના લગ્નનું માંગુ નાખવામાં આવ્યું હતું. જેમાં રમેશભાઈએ ના પાડતા મનદુખ ઉભુ થયું હતું. તેનો ખાર રાખી રમેશભાઈના ઘરે ધસી જઈ ગાળો ભાંડી છરી, ધોકાથી હલ્લો કરાયો હતો. પોલીસે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો.
ઉપરોક્ત કેસ ચાલવા પર આવ્યો તે દરમિયાન સુરેશભાઈ પરમારનું અવસાન થયું હતું. આરોપી જયેશ ચમનભાઈ, અજય સુરેશ, વિનોદ ઉર્ફે ચકી ચમનભાઈ પરમારને અદાલતે તક્સીરવાન ઠરાવી આઈપીસી ૩૦૭ના ગુન્હામાં પાંચ વર્ષની સખત કેદ, રૂા.૧૫ હજારનો દંડ તેમજ આઈપીસી ૩૨૩, ૧૪૯ ના ગુન્હામાં એક વર્ષની સખત કેદ, રૂા.પ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડની રકમ રૂા.૬૦ હજાર ઈજા પામનારને વળતર પેટે ચૂકવી આપવામાં આવશે. સરકાર તરફથી એડી. પીપી પિયુષ પરમાર રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial