Advertisement
Author: નોબત સમાચાર

લાલચ, પૈસાના કારણે દારૂ આવ્યો, જેથી કેજરીવાલ હાર્યાઃ અન્ના હજારેની ટકોર

ઉમેદવારોના આચાર-વિચાર શુદ્ધ હોવા જોઈએ

નવી દિલ્હી તા. ૮: દિલ્હીમાં આમ આદમી પાર્ટીના પરાજપ પછી અન્ના હજારેએ સાંકેતિક રીતે કહ્યુ છે તે લાલચ, પૈસાના કારણે દારૂ કૌભાંડ થવાથી કેજરીવાલ હાર્યા છે.

આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલના 'રાજકીય ગુરૂ' અન્ના હઝારે સાંકેતિક રીતે જણાવ્યું કે, આખરે કેમ દિલ્હીની જનતાનો વિશ્વાસ આમ આદમી પાર્ટી પરથી ઓછો થઈ રહૃાો છે. વિધાનસભા ચૂંટણીમાં મતગણતરી દરમિયાન ભાજપે બહુમતનો આંકડો પાર કરી લીધો છે. ત્યારે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ખરાબ દેખાવ પર સામાજિક કાર્યકર્તા અન્ના હઝારેએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

તેમણે કહૃાું કે, 'ચૂંટણી લડતા સમયે ઉમેદવારનો આચાર-વિચાર શુદ્ધ હોવો, જીવન નિષ્કલંક હોવું જરૂરી છે'. અન્ના હઝારેએ મીડિયા સાથે વાત કરતાં કહૃાું કે, 'એક રાજનેતાના જીવનમાં ત્યાગ કરવાની અને પોતાના અપમાનને પીવાની શક્તિ હોવી જોઈએ. જો આ ગુણ ઉમેદવારમાં છે, તો મતદારોનો વિશ્વાસ હોય છે કે, આ અમારા માટે કંઈક કરશે. મેં વારંવાર કહૃાું પરંતુ, તેમના મગજમાં ન ઉતર્યું. આ દરમિયાન દારૂનો મુદ્દો આવી ગયો. દારૂ કેમ આવ્યો... લાલચ અને પૈસાના કારણે. એવામાં લોકોને તક મળી, જનતાનો વિશ્વાસ ડગ્યો અને આ સ્થિત જોવા મળી રહી છે'.

નોંધનીય છે કે, પોતાના આ નિવેદનથી અન્ના હઝારે અરવિંદ કેજરીવાલથી નારાજ હોવાનું દેખાઈ રહૃાું છે. તેમણે કેજરીવાલનું નામ તો નથી લીધું પરંતુ, ઈશારામાં જ કહી દીધું કે, તે પોતાના માર્ગથી ભટકી ગયાં છે, જેના પર તેઓ અન્નાનો હાથ પકડીને આગળ વધ્યા હતાં.

અન્ના હઝારે કહૃાું કે, 'લોકોએ જોયું કે તે (અરવિંદ કેજરીવાલ) ચારિત્ર્યની વાત કરે છે. પરંતુ, દારૂનું સેવન કરે છે. આવું ન હોવું જોઈએ. રાજકારણમાં આરોપો લાગતા રહે છે. કોઈને સાબિત કરવું પડે છે કે, તે ગુનેગારપ નથી. પરંતુ સત્ય સત્ય જ રહેશે, તેને કોઈ બદલી નહીં શકે. જ્યારે બેઠક થઈ તો મેં નક્કી કર્યું હતું કે, હું પાર્ટીનો ભાગ નહીં રહું અને તે દિવસથી હું પાર્ટીથી દૂર છું'.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh