Advertisement
Author: નોબત સમાચાર

ભગવાન જગન્નાથજીના ત્રિ-દિવસીય વાર્ષિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી આરંભઃ ૫૧ કળશ સાથે વિશાળ શોભાયાત્રા યોજાઈ

જગન્નાથ કલ્ચર એસોસિએશન દ્વારા આયોજિતઃ

જગન્નાથ કલ્ચર એસોસિએશન દ્વારા આયોજિત ભગવાન જગન્નાથજીનો ત્રિ-દિવસીય વાર્ષિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. જેમાં સવારે અખંડ દીપ પ્રજ્જવલ્લન, યાગનાચાર્ય બરન, જગન્નાથબાસા, અંકુર રોપણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ દરમ્યાન સવારે નગરના અંધાશ્રમ સામે આવેલ ન્યૂ જગન્નાથ મંદિરેથી કળશયાત્રા શરૂ થઈ હતી. જેમાં ભાવિકોને બસ મારફત બેડ-સસોઈ નદી સુધી લઈ જવામાં આવ્યા હતા. અને ત્યાં ૫૧ કળશનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારપછી કળશ સાથે મહિલાઓએ મંદિર તરફ પ્રયાણ કર્યું હતું. વાજતે-ગાજતે નીકળેલી આ કળશયાત્રામાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh