Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિંહ સહિત બે રાશિના જાતકોને ગણતરી-ધારણા પ્રમાણેનું કાર્ય થાય. ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થાય
Aries (મેષ: અ-લ-ઈ)
દેશ-પરદેશના, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુ મદદરૂપ થાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૬
Taurus (વૃષભ: બ-વ-ઉ)
દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૬-૮
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનનો સાથ-સહકાર રહે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૪-૧
Cancer (કર્ક: ડ-હ)
રાજકીય,સરકારી, ખાતાકિય કામમાં આપને પ્રતિકૂળતા જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડ રહે.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૩-૮
Leo (સિંહ: મ-ટ)
આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાની કામ કરવાનો ઉત્સાહ વધે. ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૬
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આવક જણાય. સામાજિક-વ્યાવહારિક કામમાં વ્યસ્તતા રહે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૩
Libra (તુલા: ર-ત)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામ થવાથી આનંદ અનુભવો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૭-૮
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપને કામમાં પ્રતિકૂળતા રહે. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ ન કરવી. ઘર-પરિવારની ચિંતા જણાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૧
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ રહે.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૮-૪
Capricorn (મકર: ખ-જ)
નોકરી-ધંધાની સાથે બીજું કોઈ કામ, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થઈ શકે.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૯
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના અગત્યના કામનો ઉકેલ આવતો જાય અને આપને રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૫-૨
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપને કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. સિઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૩-૬