Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગરની મુલાકાત દરમિયાન તેઓએ એમ્યુઝમેન્ટ પાર્ક નજીક, શ્રીજી હોલ પાસે મિલેટ એકસપોને ખુલ્લો મૂકી જામનગર જિલ્લાને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. મુખ્યમંત્રીએ વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં બેડી બંદર રોડ, ઓવર બ્રિજ નજીક બ્રુકબોન્ડ ગ્રાઉન્ડમાં નિર્માણ પામનાર જિલ્લા કક્ષાના રમત સંકુલનું ઈ ખાતમુહૂર્ત કર્યું હતું.જામનગરમાં જિલ્લા કક્ષાનું રમત સંકુલ બનાવવા માટે સરકાર દ્વારા આશરે ૧ર એકર જમીન ફાળવવામાં આવી છે. અંદાજે ર૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર રમત સંકુલમાં ઈન્ડોર રમતો જેવી કે ટેબલ ટેનીસ, વોલીબોલ, બાસ્કેટબોલ, કબડ્ડી, ખો-ખો, જિમ, યોગા, જુડો, ચેસ, વેટ લીફટ, ૧૦૦ મી, શુટીંગ રેન્જ તથા આઉટડોર ગેમ્સમાં ૪૦૦ મીટર મડી એથ્લેટિક ટ્રેક, ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ, બે વોલીબોલ કોર્ટ, બે કબડ્ડી, મેદાન ખો ખો કોર્ટ, ચાર ટેનીસ કોર્ટ, બે બાસ્કેટબોલ કોર્ટ વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે. આ જિલ્લા રમત સંકુલના નિર્માણથી જામનગર જિલ્લાની યુવા પેઢીને રમત ગમત ક્ષેત્રે પોતાની પ્રતિભા વિકસિત કરવાની તેમજ રમત ગમત ક્ષેત્રે આગળ વધવાની ઉમદા તકો પ્રાપ્ત થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial