Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંબાણી પરિવારના પ્રસંગ માટે વિમનોનો ધસારો વધતા
જામનગર તા. રઃ અંબાણી પરિવારના પ્રિ-વેડીંગ સેરેમની માટે વિમાનોની અવરજવર વધતા જામનગર એરપોર્ટ ૧૦ દિવસ માટે ઈન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરાયું છે અને વિવિધ સુવિધા ઊભી કરાઈ છે.
અનંત અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડીંગ સમારોહને ધ્યાનમાં રાખીને જામનગરમાં રાષ્ટ્રીય સહિત આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીઓ અને હસ્તીઓનો જમાવડો સર્જાયો છે. હવે આ સમારોહને ધ્યાનમાં રાખીને જ જામનગરના એરપોર્ટને ૧૦ દિવસ માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરી દેવાયો છે.
ઉલ્લેખનિય છે કે, આ સમારોહમાં ભાગ લેવા માટે અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય સ્તરની હસ્તીઓ બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ, રિહાના, ઈવાંકા ટ્રમ્પ અને અન્ય ઘણાં પૂર્વ વડાપ્રધાન પણ ત્રણ દિવસના પ્રિ-વેડીંગ સમારોહમાં સામેલ થવા જામનગર આવી પહોંચ્યા છે.
જામનગર એરપોર્ટ પર રપ ફેબ્રુઆરીથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોનું આગમન વધી ગયું છે અને તેને પ માર્ચ સુધી તેની પરવાનગી મળી ગઈ છે. અહીં તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોનું ઉતરાણ થઈ શકશે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય, નાણા અને ગૃહ બાબતોના મંત્રાલયે પણ કસ્ટમ, ઈમિગ્રેશન, ક્વોરન્ટાઈન વ્યવસ્થા ઊભી કરવા નિર્દેશ આપી દીધા છે. શુક્રવારના દિવસની વાત કરીએ તો અહીં કુલ ૧૪૦ જેટલા વિમાનોની અવરજવર તો થઈ ચૂકી છે.
મહેમાનોના ધસારાને ધ્યાનમાં રાખી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ પેસેન્જર બિલ્ડીંગ ૪૭પ ચો.મી.થી વધારીને ૯૦૦ ચો.મી. કરવાનો નિર્ણય કર્યો છે. તે પીક અવર દરમિયાન ૧૮૦ ની જગ્યાએ હવે ૩૬૦ મુસાફરોને સુવિધા આપશે. અગાઉથી જ આ પ્રકારના વિસ્તરણની યોજના તો બનાવાઈ હતી, પરંતુ આ સમારોહને ધ્યાનમાં રાખી તાજેતરનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. હાઉસકીપિંગ સ્ટાફમાં વધારો કરી દેવામાં આવ્યો છે. સુરક્ષાકર્મીઓની સંખ્યા પણ લગભગ બમણી કરી દેવામાં આવી છે. ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીઓને પણ સ્ટાફમાં વધારો કરવા નિર્દેશ આપી દેવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial