Advertisement
Author: નોબત સમાચાર

રેલવે તંત્ર દ્વારા અમદાવાદ-ઓખા સાપ્તાહિક ટ્રેન ૯ માર્ચ સુધી લંબાવાઈ

ઓખા-મદુરાઈ ટ્રેનના ફેરામાં વધારોઃ

જામનગર તા. રઃ પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિકોની સુવિધા તથા માંગણી અન્વયે અમદાવાદ-ઓખા સાપ્તાહિક ટ્રેન તથા ઓખા-મદુરાઈ ટ્રેનનો વિશેષ ભાડા સાથે ફેરા લંબાવવામાં આવ્યા છે.

ટ્રેન નંબર ૦૯૪૩પ અમદાવાદ-ઓખાને ૯ માર્ચ સુધી લંબાવાઈ છે. જ્યારે વળતા આ ટ્રેન તા. ૧૦ માર્ચ સુધી લંબાવવામાં આવી છે. જ્યારે ટ્રેન નંબર ૦૯પર૦ ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પે. ટ્રેન તા. રપ માર્ચ સુધી અને વળતા આ ટ્રેન ર૯ માર્ચ સુધી લંબાવવામાં આવી છે.

ઉત્તર-પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝનમાં ફુલેરા-માદર વચ્ચે એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે, પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનની ટ્રેન પોરબંદર-દિલ્હી સરાય રોહિલા ડાયવર્ટ કરેલા રૂટ પરથી દોડશે. આ ટ્રેન પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા તેના નિર્ધારિત રૂટ મારવાડ જંકશન-અજમેર-ફૂલેરા જંકશનને બદલે બદલાયેલા રૂટ મારવાડ જંકશન-જોધપુર જંકશન-મેડતા રોડ જંકશન-ફૂલેરા જંકશનથી ચલાશે તેમ રેલવેની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh