Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૪ થી ૬ માર્ચ ત્રિદિવસીય કાર્યક્રમઃ
ધ્રોળ તા. રઃ ધ્રોળ તાલુકાના હમાપર ગામમાં સમસ્ત ડાંગર પરિવાર દ્વારા નવનિર્મિત ચામુંડા માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું તા. ૪/૩ થી તા. ૬/૩ સુધી ત્રણ દિવસ માટે કરવામાં આવ્યું છે.
તા. ૪, પ અને ૬ માર્ચે વિવિધ પૂજા-અભિષે યોજાશે. તા. ૬/૩ ના પૂર્ણાહુતિ હવન અને આરતી થશે. ડાંગર પરિવારના ભૂવા નાજાભાઈ ડાંગર તથા ભૂવા હીરાભાઈ મંઢ પંચ તરીકે ઉપસ્થિત રહેશે. આચાર્યપદે શાસ્ત્રી પરેશભાઈ ઠાકર તથા વિપ્રવૃંદ રહેશે. મહોત્સવના અંતિમ દિવસે જાણીતા કલાકાર દેવાયત ખવડ અને ભજનિક પરેશદાન ગઢવીનો સંતવાણીનો કાર્યક્રમ યોજાશે.
આ ધાર્મિક કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજકોટ અકિલા સાંધ્ય દૈનિકના મોભી કિરીટભાઈ ગણાત્રા, ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, તલાળાના ધારાસભ્ય ભગાભાઈ બારડ, માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા, ધ્રોળ-જોડિયા-કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરશીભાઈ ડેર, જામનગર આહિર સેના જિલ્લાના પ્રમુખ અને આદેશ કન્સ્ટ્રક્શનના સંચાલક ગિરીશભાઈ ડેર, ગુજરાત પ્રદેશ સનાતન ધર્મ રક્ષક સમિતિના વિજયભાઈ વાંક, કચ્છના જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ઘેલાભાઈ દાનાભાઈ ચાવડા, ધ્રોળ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ શ્રીમતી ભાવનાબેન શિયાર સહિતના મહેમાનો ઉપસ્થિત રહેશે.
ધ્રોળના હમાપર ગામે ચામુંડા માતાજીના ત્રિદિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ત્રણ દિવસ સુધી હમાપર ગામ ધુવાણાબંધ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માટે ડાંગર પરિવારના વડીલો, યુવાનો જહેમત ઊઠાવી રહ્યા છે. ચામુંડા માતાજીના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો લાભ લેવા માટે સમગ્ર ગુજરાતમાં વસવાટ કરતા ડાંગર પરિવાર તેમજ તમામ ભક્તજનોને ઉપસ્થિત રહેવા માટે હમાપર ડાંગર પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial