Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨ઃ જામનગરના બેડેશ્વર પાસે જોડિયા-ભુંગામાં ગઈકાલે બપોરે એક મહિલા પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. આ મહિલાએ જેની સાથે નિકાહ થયા હતા તેની સાથે ત્રણેક વર્ષ પહેલાં છૂટાછેડા લીધા પછી આ શખ્સે ગઈકાલે તે મહિલાને છરી હુલાવી દીધી હતી. પોલીસે તેની સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જામનગરના બેડેશ્વર વિસ્તાર પાસે જોડિયા-ભુંગામાં કચ્છી પાડામાં રહેતા રેશ્માબેન અબ્રાહમ ગફલા નામના મહિલા ગઈકાલે બપોરે પોતાના ભાભી હીનાબેન તથા દસ વર્ષના પુત્ર હુસેન સાથે દવા લેવા માટે જી.જી. હોસ્પિટલ ગયા પછી ત્યાંથી પરત ફર્યા હતા.
ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓ જોડિયા-ભુંગામાં ચાલીને જતા હતા ત્યારે ઈમરાન આમદ દલ ધસી આવ્યો હતો. આ શખ્સે રેશ્માબેનને રોકી ગાળો ભાંડી હતી. તેને ગાળો બોલવાની રેશ્માબેને ના પાડતા ઈમરાને પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી રેશ્માબેન પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત રેશ્માબેનને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાંથી તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ તેણીના નિકાહ અગાઉ ઈમરાન આમદ દલ સાથે થયા હતા. તે પછી ત્રણેક વર્ષ પહેલાં આ દંપતીએ છૂટાછેડા મેળવ્યા હતા. તે બાબતનો ખાર રાખી ગઈકાલે ઈમરાને ગાળો ભાંડી હુમલો કર્યાે હતો. પોલીસે આઈપીસી ૩૨૩, ૩૨૪, ૩૨૬, ૫૦૪, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial