Advertisement
Author: નોબત સમાચાર

વાડીનારમાં કોસ્ટગાર્ડની રૂા. ૭૪ કરોડના ખર્ચ નિર્મિત જેટીનું થયું ઉદ્ઘાટન

તટરક્ષક દળે લોકહિતાર્થે ઉઠાવેલું આ કદમ સરાહનિયઃ રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટ

જામનગર નજીકના વાડીનારમાં કોસ્ટગાર્ડની જેટીનું ગઈકાલે રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સંરક્ષણની દૃષ્ટિએ મહત્ત્વની અને કોસ્ટગાર્ડના રિજિયોનલ હેડક્વાટર્સ (ઉત્તર-પશ્ચિમ) માં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા માટે આ મહત્ત્વપૂર્ણ પગલું છે. આ જેટીનું નિર્માણ દીનદયાલ પોર્ટ ઓથોરિટી (ડીપીએ) દ્વારા ૭૪ કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે. રાજ્ય રક્ષામંત્રી લોકહિતમાટે કરાયેલ કોસ્ટગાર્ડના આ પગલાંની સરાહના કરી હતી. કોસ્ટ ગાર્ડનું હેડ ક્વાટર્સ નવી દિલ્હીમાં છે અને ગાંધીનગર, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા અને પોર્ટબ્લેયર એમ ક્ષેત્રિય મુખ્ય કાર્યાલયથી તેનું નિયંત્રણ કાર્ય થઈ રહ્યું છે. જેમાં આર્થિક ક્ષેત્રની દેખરેખ, ભારતીય ખોજ અને બધાય ક્ષેત્ર, સંકટગ્રસ્ત નાવિકો, માછીમારોની સહાયતા સમુદ્ર સુરક્ષાની કામગીરી કરવામાં આવે છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ રિજિયોનલ હેડ ક્વાટર્સ (ઉત્તર-પશ્ચિમ) ૧૬-૧ર-ર૦૦૯ માં ગાંધીનગરમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. જે ગુજરાત, દિવ-દમણ ક્ષેત્રમાં કામ કરે છે. ગુજરાતનો કિનારો ૧ર૧પ કિ.મી.નો છે, જે દેશના કુલ કિનારાનો છઠ્ઠો ભાગ છે જે પાકિસ્તાન સામે બોર્ડર કરાવે છે. પ્રાદેશિક મુખ્યાલય દરિયાઈ સુરક્ષા-દેખરેખ માટે દરરોજ ૧ થી ૧ર જ્હાંજો, ર થી ૩ એરક્રાફ્ટની ખાત્રી આપે છે. કોસ્ટ ગાર્ડ ઓપરેશનને ટેકો આપવા બર્થીંગ સુવિધા ઉપર વિશેષ ધ્યાન આપે છે. પોરબંદરમાં ૧૦૦ મીટર જેટી, ઓખામાં ર૦૦ મીટર જેટી, મુંદ્રામાં ૧રપ મીટર જેટીનું વિસ્તરણ કરી રહ્યા છે. રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટ સાથે કોસ્ટગાર્ડના ડાયરેક્ટર રાકેશ પાલ, કોસ્ટગાર્ડના કમાન્ડર અનિલ કુમાર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર જી.ટી. પંડ્યા, નંદિશ શુક્લ (ડેપ્યુટી ચેરમેન ડીપીએ) ખંભાળિયા મામલતદાર, કોસ્ટ ગાર્ડ, આઈઓસી, નયારા, ભારત પેટ્રોલિયમ, દિનદયાળ પોર્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh