Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોપીના પરિવારની પોલીસ મારની કરી રજૂઆતઃ
જામનગર તા. ૨ઃ લાલપુરના ગજણા ગામમાં રહેતી અને ધો.૧૦માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીનું રવિવારે અપહરણ થયાની ફરિયાદ પોલીસમાં કરાઈ હતી. તે તરૂણી જે મોટરમાં શાળાએ જતી તે મોટરનો ચાલક અપહરણ કરી ગયાની આશંકા વચ્ચે ગઈકાલે આરોપી ઝડપાયો હતો. તે પછી રાત્રે કોઈ રીતે પોલીસ મથકેથી નીકળી ગયેલા આરોપીએ ઘરે જઈ ઝેરી દવા પી લીધી છે.
લાલ૫ુર તાલુકાના ગજણા ગામમાં વસવાટ કરતા એક પરિવારની સોળ વર્ષની પુત્રી ધોે.૧૦માં અભ્યાસ કરે છે. તેણી પોતાના ઘરેથી શાળાએ ગજણા ગામના જ સમીર કારાભાઈ હમીરાણી નામના શખ્સની મોટરમાં આવતી જતી હતી. તે દરમિયાન ગયા રવિવારે સવારે સાડા દસ વાગ્યાથી સોમવારની સવાર સુધીમાં આ તરૂણી પોતાના ઘરેથી ભેદી સંજોગોમાં લાપત્તા બની હતી.
તેણીની શોધખોળ શરૂ કરી હતી. જેમાં સમીર હમીરાણી પણ પોતાના ઘરે ન હોવાનું જણાઈ આવતા તરૂણીના વાલીએ પોતાની પુત્રીનુું આ શખ્સે જ લલચાવી ફોસલાવી અપહરણ કર્યાની આશંકા સેવી પોલીસનો સંપર્ક કર્યાે હતો. પોલીસમાં તે તરૂણીનું અપહરણ કરવા અંગે ગુન્હો નોંધાયો હતો. ધો.૧૦માં અભ્યાસ કરતી પુત્રી અગાઉ સમીર હમીરાણીની ઈકો મોટરમાં શાળાએ આવતી જતી હતી. તેમાં એક વખત પિતા પોતાની પુત્રી અને સમીરને વધુ પડતા હસતા બોલતા જોઈ જતા તેઓએ વાલીસહજ સાવચેતી રાખી પોતાની પુત્રીને સમજાવી હતી અને થોડા દિવસોથી સમીરની મોટરમાં આવવા જવાનું બંધ કરાવ્યું હતું. તેણીને બાઈક પર પિતા જ શાળાએ લઈ-મૂકી આવતા હતા તેમ છતાં આ તરૂણી રવિવારે લાપત્તા બની હતી. પોલીસે આઈપીસી ૩૬૩, ૩૬૬ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી. આ શખ્સ તે સગીરાને અમદાવાદ અથવા સુરત તરફ લઈ ગયો હોવાની આશંકા સેવાતી હતી. જેમાં આ શખ્સ ગઈકાલે લાલપુર પોલીસ મથકે હાજર થયો હતો.
ત્યારપછી ગઈકાલે રાત્રે કોઈ રીતે પોલીસ મથકેથી નીકળી જઈ સમીર પોતાના ઘરે પહોંચ્યો હતો અને ત્યાં જઈ તેણે કોઈ ઝેરી દવા પી લેતાં જીઆરડીમાં ફરજ બજાવતા તેના નાનાભાઈ, માતા સહિતના પરિવારે સમીરને સારવાર માટે લાલપુર દવાખાને ખસેેડ્યો હતો ત્યાંથી આ યુવાનની તબીયત નાજૂક જણાતા તેને નગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ યુવાનને હાલમાં સઘન સારવાર આપવામાં આવી રહી છે. તે દરમિયાન તેના માતા, ભાઈ સહિતના પરિવારે પોલીસ દ્વારા બેફામ માર મરાયા પછી સમીર પોલીસ સ્ટેશનેથી ઘેર ચાલી આવીને તેણે દવા પીધાનું જણાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial