Advertisement
Author: નોબત સમાચાર

વિધાનસભાના દ્વારેથી

સાબરમતી નદી ર૦ કિ.મી. સુધી મૃતઃ પ્રાય સ્થિતિમાં...

દેશની નદીઓની સંખ્યામાં પ્રદૂષિત સાબરમતી નદીને સ્થાન મળ્યું છે ત્યારે રીવરફન્ટ, અટલબ્રીજ, ફલાવર શો, તથા વીઆઈપી ઈવેન્ટ સ્થળ હોવા છતાં હેરિટેજ શહેરને કલંકીત કરતી નદી સાબરમતી પુરવાર થઈ છે. સાબરમતી નદી ર૦ કિ.મી. સુધી મૃતઃ પ્રાય બની ગઈ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટે ર૯ વાર સુનાવણી ૭૦ હુકમ છતાં જીપીસીબી કહે છે હજું પણ પ્રદૂષણ ઘટ્યું નથી. અધિકારીના જણાવ્યા અનુસાર પ્રદૂષિત કરતા ઔદ્યોગિક એકમોને સીલ કરવાનો સિલસિલો ચાલુ રહેશે. કોંગ્રેસના દાણીલીમડા વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મનુભાઈ પરમારે પણ વિધાનસભા બજેટ સત્રમાં આક્ષેપ કર્યો હતો કે, કોર્પોરેશન કસૂરવાર એકમોને નોટીસ આપે છે. પણ પાછલા બારણે સેટિંગ પણ કરી લે છે.

બધું જ નકલી...

અમદાવાદના ગોતા ગામમાં નકલી લાઈટ બિલને આધારે ચૂંટણીકાર્ડ કાઢવાનું કૌભાંડ બાંગલાદેશી ર ની ધરપકડ કરવામાં આવી છે. સોલા પોલીસે પકડી પાડી જેલના હવાલે કર્યા છે. ખાદ્ય ખોરાકમાં ઘી નકલી, નકલી અમલદાર, નકલી કચેરી વગેરે 'નકલી' ની યાદી મોટી થતી જાય છે.

અયોધ્યામાં મંત્રીમંડળ માથુ ટેકવવા ગયું

ભાજપની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કેબિનેટ બેઠકમાં જ સમૂહમાં અયોધ્યા જવાનો સંકલ્પ કરી શનિવારે સાગમટે પ્લેનમાં અયોધ્યા રામના દર્શને જઈ સાંજે ગાંધીના ગુજરાતમાં પરત ફરશે.

દારૂબંધી

ગુજરાત દારૂબંધીવાળો પ્રદેશ છે. છતાં છેલ્લા ૩ વર્ષમાં ૪૮,૩૮૭ ફરિયાદો મળી છે. ૧૪૯ર લોકો સામે ગુનો નોંધાયો છે. સૌથી મોટી આંક અમદાવાદનો છે. જામનગરમાં પ૪ ફરિયાદ મળી છે. જામનગરમાં ૩૬ ઈસમો સામે ગુનો નોંધાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh