Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અનંત-રાધિકાની પ્રિ-વેડીંગ સેરેમની
જામનગર તા. રઃ અનંત-રાધિકાના પ્રિ-વેડીંગ સેરેમનીમાં વિખ્યાત પોપસ્ટાર રિહાના પણ આવી હતી અને ગઈકાલે આ ઈવેન્ટમાં શાનદાર પરફોર્મ કર્યું હતું. રિહાના એક પ્રાઈવેટ ઈવેન્ટમાં પરફોર્મ કરવા માટે ૧ર કરોડ રૂપિયા (૧.પ મિલિયન ડોલર) થી લઈને ૬૬ કરોડ રૂપિયા (આશરે ૧ર મિલિયન ડોલર) જેટલી ફી વસૂલે છે. તેના પરથી એવો અંદાજ આવે છે કે અનંત અને રાધિકાના પ્રિ-વેડીંગ ફંકશનમાં પરફોર્મ કરવા માટે તેણે કરોડો રૂપિયા ચાર્જ કર્યા હશે. જામનગરમાં ખૂબ જ ધામધૂમથી આ કાર્યક્રમ યોજાયો હતો, ત્યાં એક પોપ સ્ટારનું પરફોર્મન્સ પણ હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લેડી પોલીસ સાથે પોઝ આપતા રિહાનાના થયા ખૂબ વખાણ. રિહાનાને અંબાણી પરિવારે ખાસ આમંત્રણ પર તેના ક્રૂ અને ઘણાં સામાન સાથે ર૦ ફેબ્રુઆરી ગુરુવારે જામનગર પહોંચી હતી, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ૧ માર્ચે રાત્રે કોકટેલ પાર્ટી દરમિયાન રિહાનાએ શાનદાર પરફોર્મન્સ આપ્યું અને ર માર્ચે સવારે ૬ વાગ્યાની આસપાસ તે તેના દેશ જવા રવાના થઈ હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. ત્યાં તે લેડી પોલીસ સાથે પોઝ આપી રહી છે અને પેપ્સ સાથે પણ સારૂ વર્તન કરી રહી છે. જેના પછી તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. રિહાનાના સામાનથી ખેંચાયું બધાનું ધ્યાન. ભારતમાં રિહાનાનું આ પહેલું પર્ફોમન્સ હતું, જે તેણે અંબાણી પરિવારના ખાસ અવસર પર આપ્યું હતું, જ્યારે તે આવી હતી ત્યારે પણ તેના સામાનનો વીડિયો સામે આવ્યો હતો અને જ્યારે તે જવા લાગી ત્યારે તેનો વિશાળ સામાન કારમાં લોડ કરવામાં આવ્યો ન હતો, પરંતુ તેને એક ટ્રકમાં એરપોર્ટ પર લઈ જવામાં આવ્યો હતો. તેનો સામાન જોઈને બધા દંગ રહી ગવા, કારણ કે તે માત્ર બે દિવસ માટે જ એક મહિના સુધી ચાલે એટલો સામાન લઈને આવી હતી. રિહાનાએ પેપ્સ માટે આપ્યા પોઝ રિહાનાએ પેપ્સ માટે કોઈપણ નખરા દર્શાવ્યા વગર પોઝ પણ આપ્યા હતાં, જ્યારે તેમને કોઈ ગુસ્સો કે નખરા દર્શાવ્યા વિના પેપ્સને સમય આપ્યો તે બદલ લોકોએ તેના વખાણ કર્યા. લોકોએ સોશિયલ મીડિયામાં તેના ખૂબ જ વખાણ કર્યા હતાં. ક્રૂ સાથે રિહાનાનું પરફોર્મન્સ રિહાનાના પરફોર્મન્સનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે તેના ક્રૂ સાથે પરફોર્મ કરતી જોવા મળી રહી છે. જેમાં આ પોપ સ્ટારે ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને ડ્રેસ પહેર્યો હતો, જેથી લોકોનું કહેવું છે કે, તેણે આપણી સંસ્કૃતિનું પણ સન્માન કર્યું છે. આથી લોકો તેના વખાણ કરી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial