Advertisement
Author: નોબત સમાચાર

અનંત-રાધિકાના પ્રિ-વેડીંગ સેરેમનીમાં એક હજારથી વધુ મોંઘેરા મહેમાનોએ માણી મહેફિલ

કોકીલાબેન, મુકેશભાઈ, નીતાબેન અંબાણીએ દેશ-વિદેશના મહેમાનોને સત્કાર્યાઃ કલાકારોએ પાથર્યા કલાના કામણઃ રિલાયન્સ ગ્રીન્સ ઝળહળી ઊઠ્યું

રિલાયન્સના ચેરમેન મુકેશભાઈ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન જુલાઈમાં રાધિકા મર્ચન્ટ સાથે નિરધાર્યા છે, જેની પ્રિ-વેડીંગ સેરેમનીમાં દેશ-વિદેશી ટોચના નેતાઓ, કલાકારો, ઉદ્યોગપતિઓ, સેલેબ્રિટીઝ, ખેલાડીઓ, વિવિધ ક્ષેત્રના દિગ્ગજો તથા સ્નેહીજનો ઉમટી રહ્યા છે અને દેશ-વિદેશથી એક હજારથી વધુ મોંઘેરા મહેમાનો આ સેરેમનીમાં સામેલ થઈ ચૂક્યા છે. આ ત્રિદિવસીય સેલિબ્રેશનની રંગત જામી છે અને આખી દુનિયાનું ધ્યાન જામનગર તરફ ખેંચાયું છે, અને જામનગર જાણે વૈશ્વિક એટેન્શનનું હબ બની ગયું છે. દેશ-વિદેશથી ૧પ૦ થી વધુ વિમાનો દ્વારા મહેમાનો આવ્યા છે.

જામનગરના રિલાયન્સ ગ્રીન્સમાં વિશ્વ વિખ્યાત બિઝનેસમેન મુકેશ અંબાણીના સુપુત્ર અનંત અને રાધિકાના પ્રિ-વેડીંગ સમારોહમાં ૧૦૦૦ થી વધુ દેશ અને વિદેશમાંથી મોંઘેરા મહેમાનો આવી પહોંચ્યા છે ત્યારે પ્રથમ રાત્રિએ પ્રિ-વેડીંગને લઈને ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખ્યાતનામ કલાકારોએ પોતાના કલાના કામણ પાથર્યા હતાં. આ પ્રિ-વેડીંગ સમારોહ દરમિયાન વર-વધૂ પણ ખાસ વેશભૂષામાં સજ્જ થઈ આવ્યા હતાં અને આ તકે અનંતના દાદીમા કોકિલાબેન અંબાણી પણ મહેમાનો સાથે જોવા મળ્યા હતાં અને હરખના ઉમળકા સાથે વાતચીત કરતા પણ નજરે પડ્યા હતાં. તો અનંત અંબાણીના પિતા અને રિલાયન્સના સીએમડી મુકેશ અંબાણી તેમજ નીતા અંબાણી પણ મહેમાનો સાથે પ્રસંગને લઈને સત્કાર કરતા જોવા મળ્યા હતાં.

આ સેરેમનીમાં સેવ સોઈલના પ્રણેતા સદ્ગુરુ, અનિલ અંબાણી, ટીના અંબાણી, માઈક્રો સોફ્ટના સ્થાપક બીલ ગેટ્સ, પૂર્વ ટ્વિટર, હાલ મેટા-ફેસબુકના સીઈઓ માર્ક જુકરબર્ગ અને તેના પત્ની મિશીલ્લા ચાન, લક્ષ્મી મિતલ, શાહરૂખ ખાન, આર્યન ખાન, સુહાના ખાન, આમિર ખાન, બોની કપૂર, અર્જુન કપૂર, જ્હાન્વી કપૂર, મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરે, ત્રીસ વર્લ્ડ માનુષી છીલ્લર, આદિત્યરોય કપૂર, ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રા, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નીતુસીંગ, શ્રદ્ધા કપૂર, સોનમ કપૂર, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, ઝહિર ખાન, ડેરેન બ્રાલો, સાઈના નેહવાલ, ઈલ્યુઝનર ડેવીડ બ્લેઈન, સચિન તેંડુલકર, એમ.એસ. ધોની, સાક્ષી ધોની, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા ટ્રમ્પ, રિતેશ દેશમુખ અને જેનેલિયા, માધુરી દિક્ષીત અને ડો. નેને, અક્ષય કુમાર, અલવિરા ખાન અગ્નિહોત્રી, અનુ મલિક પરિવાર સાથે, નયાસા દેવગન, અજય દેવગન, સોનાલી બેન્દ્રે, અનન્યા પાંડે, કિયારા અડવાણી, અનુરાગ ઠાકર, દિગ્દર્શક રાજકુમાર હિરાણી, સૈફઅલી ખાન, કરીના કપૂર, સારા અલીખાન, દિગ્દર્શક વિધુ વિનોદ ચોપરા, ડેવિડ ધવન, અરૂણ-નતાશા, કતારના વડાપ્રધાન મોહમ્મદ બિન અબ્દુલ રહમાન બિન જસીન મીલ, વેડાંગ રાઈના, ખુશી કપૂર, પલાર્ડ અને રામધરણ, ઉદીત નારાયણ, સુખવિન્દરસિંહ, પ્રિતમ દા, અદર અને નતાશા પુનાવાલા સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh