Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાના રાવડા તળાવ પાસે બન્યો હતો બનાવઃ
જામનગર તા. ૨ઃ દ્વારકાના રાવડા તળાવ પાસે ઝૂંપડપટ્ટીમાં ગુરૂવારે સાંજે એક ક્રુર પિતાએ પોતાની બે વર્ષની બાળકીને પગેથી પકડીને જમીન પર પછાડ્યા પછી આ બાળકીનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપીને દબોચી લીધો છે. આ શખ્સના ત્રણ સંતાન હાલમાં નોધારા બની ગયા છે. માતા બીજા સાથે રહેવા ચાલી ગઈ છે અને પિતાની ધરપકડ થઈ છે.
દ્વારકા શહેરમાં રાવડા તળાવ પાસે ઝૂંપડપટ્ટીમાં થોડા દિવસ પહેલાં જ રહેવા માટે આવેલા મૂળ અમદાવાદના વતની અને હાલમાં ભાવનગરમાં વસવાટ કરી મજૂરીકામ કરતો રમેશ ડુંગરભાઈ પરમાર નામનો શખ્સ ગુરૂવારે સાંજે રાવડા તળાવ નજીક પોતાના રહેણાંક પાસે હતો ત્યારે તેની નાની પુત્રી રોશની (ઉ.વ.ર) રડવા લાગતા ઉશ્કેરાયેલા રમેશે તે બાળકીને પગેથી પકડીને જમીન પર બેથી ત્રણ વખત પછાડી હતી.
હજુ ગયા સપ્તાહે જ પોતાના પત્ની અને બે પુત્ર, બે પુત્રી સાથેના પરિવાર સાથે દ્વારકામાં રાવડા તળાવ પાસે રહેવા આવ્યો હતો. તે પછી તેની પત્ની ચારેય સંતાનને પતિ પાસે છોડી અન્ય સાથે રહેવા ચાલી ગઈ હતી. ત્યારથી રમેશ ચારેય સંતાનનું ધ્યાન રાખતો હતો જેમાં ગુરૂવારે સાંજે સૌથી નાની પુત્રી રોશની રડવા માંડતા રમેશે પીત્તો ગૂમાવ્યો હતો.
આ શખ્સને ઉપરોક્ત કૃત્ય કરતો જોઈ ત્યાં હાજર લોકો દોડ્યા હતા. તેઓએ રમેશના હાથમાંથી બાળકીને છોડાવી હતી. મ્હોં, માથા તથા છાતી સહિતના ભાગોમાં ગંભીર ઈજા પામેલી આ બાળકીને સારવાર માટે દ્વારકા દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે ખંભાળિયા ખસેડવાની તજવીજ કરાઈ હતી પરંતુ મોડીરાત્રે રોશનીનું મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં પલટાઈ ગયો હતો.
મૂળ રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામના વતની અને હાલમાં દ્વારકામાં ઈસ્કોન ગેઈટ પાસે રહી મજૂરીકામ કરતા અજય વિઠ્ઠલભાઈ સોલંકીએ પોલીસને જાણ કરી છે. પોલીસે તેના નિવેદન પરથી ક્રુર પિતા રમેશ ડુંગરભાઈ સામે આઈપીસી ૩૦૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે. મોડીસાંજે આ શખ્સને પોલીસે પકડી પાડ્યો છે અને તેની પૂછપરછ આરંભી છે.
એક તરફ માતા પોતાના સંતાનોને પતિના સહારે છોડીને અન્ય સાથે રહેવા ચાલી ગઈ અને હવે પિતા પોતાની પુત્રીની હત્યાના ગુન્હામાં ગિરફતાર થઈ જતાં હાલમાં રમેશના ત્રણ સંતાન નોધારા થઈ ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial