Advertisement
Author: નોબત સમાચાર

આત્મહત્યાની વધી રહેલી ઘટનાઓનો મુદ્દો બન્યો રાજકીયઃ ચૂંટણીનો મુદ્દો બનશે?

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આ મુદ્દે ગુજરાતની બદતર સ્થિતિની ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હી તા. ૨ઃ આત્મહત્યાની વધી રહેલી ઘટનાઓનો મુદ્દો દેશના ઘણાં રાજ્યોમાં ચર્ચાસ્પદ છે, તેવામાં ગુજરાતમાં આ મુદ્દે સ્થિતિ બદતર હોવાનું જણાવી કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ચિંતા વ્યક્ત કરી છે, તો બીજી તરફ ઉત્તરપ્રદેશમાં એક મૃતક નેતાની પત્નીએ પહેલેથી કરેલી જાહેરાત મુજબ આત્મહત્યા કરી હોવાનો મુદ્દો ઊઠાવીને યોગી સરકાર તથા કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો, તે જોતા આત્મહત્યાનો મુદ્દો હવે લોકસભાની ચૂંટણીના પ્રચાર સુધી પડઘાશે, તેમ જણાય છે.

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષોમાં રપ (પચીસ) હજારથી વધુ લોકોએ આત્મહત્યા કરી હોવાના આંકડા બહાર આવ્યા છે, જેમાં લગભગ પ૦૦ જેટલા વિદ્યાર્થીઓ છે. આ આંકડાઓને ચોંકાવનારા ગણાવીને ખડગેએ કહ્યું કે, વડાપ્રધાનના ગૃહરાજ્ય ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર હોવા છતાં આ સ્થિતિ દુર્ભાગ્યપૂર્ણ છે, અને આ મુદ્દે મોદીનું મૌન અકળાવનારૂ છે. આ સ્થિતિને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અભિયનની ટીકા કરતા તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર આ સ્થિતિને અટકાવવા કોઈ નક્કર કાર્યવાહી કરી રહી નથી. આ સ્થિતિ શાસનની નિષ્ફળ દર્શાવે છે.

ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યની ઈમરાન ખેડાવાલાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકાર તરફથી વર્ષ ર૦ર૦-રપ માં ૮૩૦૭, વર્ષ ર૦ર૧-રર માં ૮૬૧૪ અને વર્ષ ર૦ર-ર૩ માં ૮પપ૭ લોકોએ રાજ્યમાં આત્મહત્યા કરી હોવાની માહિતી આપી હતી.

રાજ્યના ગૃહ રાજ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી કામ કરી રહ્યા છે, જ્યારે કેબિનેટ કક્ષાના ગૃહમંત્રીનો હવાલો મુખ્યમંત્રી પાસે હોવાથી સરકારે આપેલા જવાબ પછી ખડગે મુખ્યમંત્રી પર નિશાન સાધીને આ આકરી ટિપ્પણીઓ કરી હતી.

ઉત્તરપ્રદેશમાં અખિલેશ યાદવે પણ એક હત્યાકાંડનો ભોગ બનેલા મૃતકની પત્નીએ કરેલી કથિત આત્મહત્યાનો મુદ્દો ચગાવ્યો છે, ત્યારે હવે લોકસભાની ચૂંટણીમાં આ મુદ્દો પણ પ્રચારમાં પડઘાશે, તેમ જણાય છે, કારણ કે એનડીએના નેતાઓ પણ આ આક્ષેપોના જવાબમાં કોંગ્રેસ શાસિત રાજ્યો તથા ભૂતકાળમાં કેન્દ્ર-રાજ્યોમાં યુપીએ કે કોંગ્રેસની સરકારો હતી, તે સમયના આત્મહત્યાના આંકડાઓ રજૂ કરીને વળતો પ્રહાર કરી રહેલા જણાય છે.

વિશ્લેષકોના મંતવ્યો-અભિપ્રાયોનું તારણ પણ એવું જ નીકળે છે કે આત્મહત્યાના મૂળ કારણો શોધીને તેને અટકાવવાના પ્રયાસો સૌએ સાથે મળીને કરવા અત્યંત જરૂરી છે. આ મુદ્દે સમાજ અને પરિવારોએ પણ જાગૃત રહેવું જરૂરી છે, વગેરે...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh