Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધુતારપરના ખેડૂતને એક વર્ષની ફટકારાઈ કેદઃ
જામનગર તા. ૨ઃ જામનગરની સુપર માર્કેટમાં કપડાની દુકાન ચલાવતા એક આસામીને રૂા.૩ લાખના ચેક પરતના કેસમાં બે વર્ષની કેદની સજા અને ચેકથી બમણી રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે ધુતારપરના ખેડૂતને પાંચ લાખના ચેક પરતના કેસમાં એક વર્ષની કેદની સજા થઈ છે.
જામનગરના ટ્રાન્સપોર્ટર સુરેશભાઈ જેરામભાઈ ભદ્રા પાસેથી સુપર માર્કેટમાં મહેન્દ્ર સિલેક્શન નામની દુકાન ચલાવતા મહેન્દ્રભાઈ ધરમદાસ ગલાણીએ રૂા.૩ લાખ હાથ ઉછીના મેળવી રૂા.૧ લાખનો એક એવા ત્રણ ચેક આપ્યા હતા. તે ચેક બેંકમાંથી એકાઉન્ટ ક્લોઝના શેરા સાથે પરત ફરતા સુરેશભાઈએ નોટીસ પાઠવ્યા પછી અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી.
તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી બે વર્ષની કેદની સજા અને ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યાે છે. દંડની રકમમાંથી રૂા.૩ લાખ ફરિયાદીને વળતર પેટે ચૂકવી આપવામાં આવશે. દંડ ભરવામાં ન આવે તો વધુ છ મહિનાની કેદની સજા આપવામાં આવી છે.
જામનગર તાલુકાના ધુતારપરના ખેડૂત મિતુલ ગોરધનભાઈ હરસોંડાએ જામનગરના પુષ્પાબેન બાબુભાઈ પાગડા પાસેથી રૂા.૫ લાખ હાથઉછીના મેળવી ચેક આપ્યો હતો. તે ચેક અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફર્યાે હતો. પુષ્પાબેને જામનગરની કોર્ટમાં ફરિયાદ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી મિતુલ હરસોંડાને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. તે રકમ વળતર પેટે ચૂકવાશે. દંડ ભરવામાં ન આવે તો વધુ બે મહિનાની કેદની સજાનો હુકમ થયો છે. બંને કેસમાં ફરિયાદીઓ તરફથી વકીલ નાથાલાલ ઘાડીયા, પરેશ સભાયા, હીરેન સોનગરા, રાકેશ સભાયા, ગજેન્દ્રસિંહ ઝાલા, નૈમિષ ઉમરેટીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial