Advertisement
Author: નોબત સમાચાર

જામનગરઃ ત્રિમંદિરમાં દર્શન કરી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ધન્યતા અનુભવી

જૈન, વૈષ્ણવ અને શૈવ ધર્મનો ત્રિવેણી સંગમઃ

જામનગર જિલ્લાની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગર-રાજકોટ હાઈ-વે પર ગુલાબનગરથી આગળ માણેકનગર વિસ્તારમાં આવેલ નિષ્પક્ષપાતી ત્રિમંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ વડીલોના આશીર્વાદ મેળવ્યા હતાં. અજોડ ત્રિમંદિર (ત્રણ મંદિરો એક મંદિરમાં) ની સ્થાપના, એ પરમપૂજ્ય દાદાશ્રીનું એક ક્રાંતિકારી પગલું હતું. જ્યાં બધા મુખ્ય ધર્મોના સાર એક મંચ પર મૂકવામાં આવ્યા છે. મંદિરમાં ભક્તોને જૈન, વૈષ્ણવ, અન શૈવ ધર્મના દેવી-દેવતાઓના દર્શન થાય છે. મંદિરમાં વિશાળ હરિયાળો બગીચો, પુસ્તકાલય તેમજ ભોજનશાળા આવેલી છે. અહીં ભક્તોને આધ્યાત્મિક્તા અને શાંતિનો અનુભવ થાય છે. સફેદ પથ્થરોની અદ્ભુત કોતરણીથી બનેલું ત્રિમંદિર સૌ કોઈનું ધ્યાન આકર્ષે છે. મુખ્યમંત્રી સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ચીફ સેક્રેટરી રાજકુમાર, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, શ્રીમતી રિવાબા જાડેજા,  વિમલભાઈ કગથરા, કલેક્ટર બી.કે. પંડ્યા, રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ વગેરે જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh